Advertisement
Author: નોબત સમાચાર

'મૂડ ઓફ ધ નેશન' સર્વે મુજબ કોકરોચ આંદોલન પછી એનડીએના વળતા પાણીઃ ૩ર૬ બેઠકો પર સમેટાઈ શકે

ઉત્તરપ્રદેશની ૮૦ લોકસભા બેઠકોમાંથી ભાજપને માત્ર ૩૪ બેઠકોઃ યોગીની ખુરશી પર તોળાતો ખતરો

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૮: ઈન્ડિયા ટુડે-સી વોટર દ્વારા તાજેતરમાં મુડ ઓફ ધ નેશન સર્વેક્ષણ મુજબ કોકરોચ આંદોલન પછી એનડીએને ફટકો પડી રહ્યો છે, જ્યારે કોંગ્રેસને થોડો ફાયદો થઈ રહેલો જોવા મળે છે. લોકસભામાં યુ.પી.માં ઓછી બેઠકો મળે તો યોગીની સી.એમ.ની ખુરશી પણ ડગમગી શકે છે.

જો આજે લોકસભા ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળ એનડીએ સત્તામાં પાછી ફરી શકે છે, જો કે અગાઉના સર્વેક્ષણોની તુલનામાં એનડીએની બેઠક અને મહહિસ્સો ઘટવાનો અંદાજ છે. દરમિયાન કોંગ્રેસની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થતો દેખાય છે. આ સર્વેક્ષણ દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીની આગેવાની હેઠળના વિદ્યાર્થી આંદોલન પછી આવ્યું છે.

ઈન્ડિયા ટુડે-સી વોટર દ્વારા તાજેતરના મૂડ ઓફ ધ નેશન સર્વેક્ષણ મુજબ જો આજે ચૂંટણી યોજાય તો એનડીએ ૩ર૬ બેઠકો જીતી શકે છે. જાન્યુઆરી ર૦ર૬ ના સર્વેક્ષણમાં એનડીએ માટે ૩પર બેઠકોનો અંદાજ છે. આ છ મહિનામાં એનડીએની અંદાજિત બેઠકોમાં ર૬ બેઠકોનો ઘટાડો દર્શાવે છે. આમ છતાં એનડીએ બહુમતી આંકડાથી ઘણું આગળ છે અને કેન્દ્રમાં સરકાર બનાવવા માટે તૈયાર દેખાય છે. જો કે, આ આંકડો ર૦ર૪ ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીના ૪૦૦ થી વધુ ના લક્ષ્યથી ઘણો આગળ છે. સર્વેક્ષણના આંકડા સૂચવે છે કે એનડીએ માટે મતદારોનો ટેકો મજબૂત રહ્યો છે, પરંતુ તેમા ઘટાડો થવાના સંકેતો છે.

પક્ષવાર આંકડાઓ પર નજર કરીએ તો ભાજપને સૌથી વધુ નુક્સાન થઈ રહ્યું હોય તેવું લાગે છે. તાજેતરના સર્વેક્ષણમાં ભાજપ ર૬૧ બેઠકો જીતવાનો અંદાજ છે. જાન્યુઆરી ર૦ર૬ ના સર્વેક્ષણમાં પાર્ટી માટે ર૮૭ બેઠકોનો અંદાજ હતો. આમ, છ મહિનામાં ભાજપની અંદાજિત બેઠકોમાં ર૬ બેઠકોનો ઘટાડો થયો છે, જો કે ર૦ર૪ ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ર૪૦ બેઠકો જીતી હતી તેથી તાજેતરના અંદાજો હજુ પણ તેના ર૦ર૪ ના પ્રદર્શન કતા વધારે છે. તેનાથી વિપરિત કોંગ્રેસ માટે સર્વે ડેટા નોંધપાત્ર રીતે સારો છે. કોંગ્રેસને ૧૦૬ બેઠકો મળવાનો અંદાજ છે. જાન્યુઆરીના સર્વેમાં પાર્ટીને ૮૦ બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી. આ કોંગ્રેસના અંદાજિત આંકડામાં ર૬ બેઠકોનો વધારો દર્શાવે છે. ઓગસ્ટ ર૦રપ ના સર્વેમાં કોંગ્રેસને ૯૭ બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી. તાજેતરના અંદાજો પણ આ આંકડા કરતા વધારે છે.

સર્વેમાં ભાજપ સમર્થનમાં ઘટાડાને જનરલ ઝેડમાં પાર્ટી પ્રત્યે વધતા અસંતોષ સાથે પણ જોડવામાં આવ્યો છે. પરીક્ષાના પેપરલીક અને શિક્ષણ પ્રણાલીમાં અનિયમિતતાઓને કારણે પાર્ટીને જનરલ ઝેડના અસંતોષનો સામનો કરવો પડ્યો છે. જુલાઈમાં વિદ્યાર્થીઓએ કોકોરચ જનતા પાર્ટીના બેનર હેઠળ દિલ્હીના જંતરમંતર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારપછી ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યુ. અહેવાલ મુજબ મોદી સરકાર દરમિયાન આ એક દુર્લભ ઘટના હતી. કોંગ્રેસના સુધારેલા પ્રદર્શનનું કારણ ભાજપને ઘેરવાની પાર્ટીની નવી વ્યૂહરચના પણ છે.

સર્વે મુજબ કોંગ્રેસની હાજરીમાં વધારો થયો છે, કારણ કે તેણે મહિલાઓના અનામતથી લઈને ર૦ જુલાઈના વિદ્યાર્થી વિરોધીઓ સામે પોલીસ કાર્યવાહી સુધીના મુદ્દાઓ ઊઠાવ્યા છે, જેમાં તીવ્ર રાજકીય ચર્ચાને વેગ મળ્યો છે. આ સર્વે મુજબ એનડીએની સત્તા જળવાઈ રહે તો પણ 'વટ'થી શાસન ચલાવવાના બદલે સાથીદાર પક્ષોના દબાણ હેઠળ રહેવું પડી શકે છે, જો કે હજુ ર૦ર૯ ને વાર હોવાથી પલડુ ગમે તે તરફ વધુ નમી શકે છે.

તાજેતરના સર્વેમાં કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિયા બ્લોકને ૧૮પ બેઠકો જીતવાનો અંદાજ છે. જાન્યુઆરી ર૦ર૬ ના સર્વેમાં ગઠબંધનને ૧૮ર બેઠકો મળવાનો અંદાજ છે. આ વખતે ફક્ત ૩ બેઠકોનો વધારો દર્શાવે છે.

ર૦ર૪ ની લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા બ્લોકના ઘટક પક્ષોએ કુલ ર૩૪ બેઠકો જીતી હતી. અહેવાલ મુજબ ર૦૧૪ પછી એનડીએને પડકારવાનો આ વિપક્ષનો સૌથી નજીકનો પ્રયાસ હતો. બેઠકોની સાથે એનડીએનો વોટ શેર પણ થોડો ઘટવાનો અંદાજ છે. જાન્યુઆરી ર૦ર૬ ના સર્વેમાં એનડીએનો અંદાજિત મત હિસ્સો ૪૭ ટકા હતો જે ઓગસ્ટ ર૦ર૬ ના સર્વેમાં એનડીએનો અંદાજિત મત હિસ્સો ૪પ. ટકા છે.

ર૦ર૪ ની લોકસભા ચૂંટણીમાં એનડીએનો મત હિસ્સો ૪૪ ટકા રહ્યો હતો. ઓગસ્ટ ર૦ર૬ નો અંદાજ ૪પ.૧ ટકા છે જે એનડીએના ઓગસ્ટ ર૦રપ ના સર્વે પછીનો સૌથી ઓછો મત હિસ્સો છે, જેમાં ૪૬.૭ ટકાનો આંકડો હતો. ભારત બ્લોક માટેના તાજેતરના સર્વેમાં ૩૯.૧ ટકા મત હિસ્સો હોવાનો અંદાજ છે, જે જાન્યુઆરી ર૦ર૬ ના સર્વેમાં ૩૯ ટકા હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh