Advertisement
Author: નોબત સમાચાર

દિગ્જામ સર્કલ પાસેના અકસ્માતમાં યુવાનનું મૃત્યુઃ હરિપર પાસે બાઈક સ્લીપ થતાં યુવકે જિંદગી ગૂમાવી

ખંભાળિયા બાયપાસ પાસે સાયકલસવાર ચગદાયાઃ જામવાડીમાં દંપતીને નડ્યો અકસ્માતઃ

જામનગર તા.૧૮ ઃ જામનગરના મહાકાળી સર્કલમાં શનિવારે રાત્રે બે બાઈક ટકરાયા પછી બંનેના ચાલક ઘવાયા હતા. તેમાંથી એક ચાલકનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ખંભાળિયા બાયપાસ પાસે શનિવારે મોડીરાત્રે ટેન્કરની હડફેટે ચડેલા પરપ્રાંતિય સાયકલચાલક પર કાળનો પંજો પડ્યો છે. ધ્રોલના હરીપર પાસે બાઈક સ્લીપ થતાં પીઠડના યુવાને જિંદગી ગૂમાવી છે અને જામજોધપુરના જામવાડીમાં વૃદ્ધ દંપતીના બાઈક સાથે અન્ય બાઈક ટકરાતા મહિલા ઘવાયા છે.

જામનગરના ઢીંચડા રોડ પર આવેલા બળદેવનગરમાં રહેતા રાજુભાઈ લખમણભાઈ કેસરીયા નામના યુવાન ગયા શનિવારે રાત્રે સાડા અગિયારેક વાગ્યે જીજે-૧૦-જે ૫૮૫૯ નંબરનું હીરો મોટરસાયકલ લઈને મહાકાળી સર્કલ પાસેથી પસાર થતાં હતા.

આ વેળાએ સામેથી ધસી આવેલા જીજે-૧૦-ડીસી ૯૨૮૯ નંબરના મોટર સાયકલના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જયો હતો. બંને વાહનચાલકોને ઈજા થતાં ૧૦૮માં જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. સારવાર દરમિયાન રાજુભાઈ કેસરીયાનું મૃત્યુ નિપજ્યું છે. તેમના ભાઈ ગોવાભાઈ કેસરીયાએ ૯૨૮૯ નંબરના બાઈકના ચાલક વુલન મીલ નજીક રહેતા પરેશ મનસુખભાઈ સોલંકી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા બાયપાસ પાસેથી શનિવારે રાત્રે અઢી વાગ્યે રમણલાલ યાદવ નામના પરપ્રાંતિય પ્રૌઢ સાયકલ પર જતાં હતા ત્યારે જીજે-૩-બીવી ૯૬૫૧ નંબરના ટેન્કરે તેઓને હડફેટે લીધા હતા. માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા રમણલાલનું મૃત્યુ નિપજ્યું છે. મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ગરીયતા ગામના વતની અને હાલમાં રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં રહેતા મૃતકના પુત્ર સુરેશ યાદવે ટેન્કર ચાલક સામે પંચકોશી-બી ડિવિઝનમાં ફરિયાદ કરી છે.

જોડિયા તાલુકાના પીઠડ ગામના હિતેશભાઈ વસરામભાઈ પઢીયાર નામના યુવાન રવિવારે સાંજે પોતાના મિત્ર હર્ષદભાઈ ભાણજીભાઈ દૈયા સાથે જીજે-૧૦-ડીએફ ૯૨૪૬ નંબરના બાઈકમાં ધ્રોલ આવ્યા હતા. ત્યાંથી કામ પૂર્ણ થતાં બંને યુવાનો પીઠડ જવા રવાના થયા હતા. તેઓનંુ બાઈક જ્યારે હરીપર ગામ પાસે પુલ નજીક પહોંચ્યું ત્યારે બાઈક ચલાવી રહેલા હર્ષદભાઈએ કાબુ ગૂમાવતા બાઈક રોડ ઉતરી ગયું હતું અને બંને યુવાનો ફંગોળાયા હતા. આ અકસ્માતમાં માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા હિતેશભાઈનું મૃત્યુ થયું છે. તેમના ભાઈ જયંતિભાઈ પઢીયારે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં હર્ષદભાઈ દૈયા સામે ફરિયાદ નોંધાવી છે.

જામજોધપુર તાલુકાના જામવાડી ગામના રહેવાસી લીલાધરભાઈ ભાણજીભાઈ વૈષ્નાણી નામના વૃદ્ધ શનિવારે સાંજે પોતાના પત્ની સાથે જીજે-૩-ડીપી ૨૬ નંબરના બાઈકમાં ગામના પાદરમાંથી જતાં હતા ત્યારે સામેથી પુરપાટ ઝડપે મોટરસાયકલ ચલાવીને આવેલા દેવા ચનાભાઈ રબારીએ અકસ્માત સર્જયો હતો. રોડ પર પછડાયેલા લીલાધરભાઈના પત્નીને કરોડરજ્જુમાં ઈજા થઈ છે. અકસ્માત સર્જી દેવા રબારી પોતાના બાઈક સાથે સ્થળ પરથી નાસી ગયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh