Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય કર્મચારીઓને આ લાભ મળ્યો, પણ ગ્રાન્ટેડ પ્રત્યે અન્યાય કેમ ?
સરકાર દ્વારા રાજ્યના તમામ વિભાગોના કર્મચારીઓને પ્રાથમિક સહિતને સાતમા પગાર પંચના લાભ આપવાની સાથે એરીયર્સ પણ આપી દીધેલું જ્યારે ગ્રાંટેડ શાળાના હજારો કર્મચારીઓને ૬-૭ માસનું એરિયર્સ પાંચ હપ્તામાં આપવા નક્કી કર્યું હતું તે ર૦૧૭ થી હજુ માત્ર ત્રણ હપ્તા જ અપાયેલા છે. તે હજુ બાકી છે.
સામાન્ય કર્મચારીઓને આ હપ્તાની કર્મચારી દીઠ ૩૦-૪૦ હજાર રૃપિયાની રકમ થાય તે હજારો ગ્રાંટેડ કર્મચારીઓની બાકી છે. તેમાં અનેક કર્મચારી નિવૃત્ત થઈ ગયા તો સાડા પાંચ વર્ષના સમયથી બાકી હોય કેટલાય ને ખબર નથી તો કેટલાયે કર્મચારી મૃત્યુ પામ્યા તેના વારસદારોને પણ ખબર નથી. !! નવાઈની વાત એ છે કે રાજ્યમાં માત્ર ગ્રાંટેડ શાળાના કર્મચારીઓના જ સાતમા પગાર પંચના એરીયર્સ બાકી છે. અન્ય કોઈ વિભાગના નહીં આ બાબત ભારે ટીકાપાત્ર બની છે.હાલ કેન્દ્રના ધોરણે ગુજરાત ડી.એ. આપવા બંધાયેલી છે. જ્યારે કેન્દ્રમાં ૪ર ટકા ડીએ ચાલુ છે જ્યારે રાજ્ય સરકાર હજુ ૩૪ ટકા જ આપી રહી છે. તેમાં પણ બે ડી.એ. વધારો બાકી હોય ગ્રાંટેડ શાળાના કર્મચારીઓને થતો અન્યાય ભારે ચર્ચાપાત્ર બન્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag