Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે હાલ પૂરતું રોકાવ્યું પરિવહનઃ
જામનગર તા.૧૮ : જોડિયાના ભાદરા પાસે ઉંડ નદી નજીકથી માટી કાઢવાનું કામ લીઝ પર મેળવનાર આસામીનું કામ પોલીસે રોકાવવાની ફરજ પડી છે. જે માર્ગ પરથી લીઝધારકના ભારે વાહનો પસાર થાય છે તેની નીચેથી ગેઈલ કંપનીની ગેસની પાઈપલાઈન જતી હોય, તકેદારીના પગલાંરૃપે કાર્યવાહી કરાઈ છે.
જોડિયા તાલુકાના ભાદરા ગામમાં આવેલી ઉંડ નદીમાંથી માટી કાઢવા માટે કારાભાઈ નામના આસામીએ લીઝ મેળવી છે. તેઓ દ્વારા નદીમાંથી માટી કાઢવામાં આવી રહી છે પરંતુ તેમના વાહનો જે રસ્તા પરથી અવરજવર કરે છે તે રસ્તા પર મોટી ખાવડી સુધી જતી ગેઈલ કંપનીની અન્ડરગ્રાઉન્ડ ગેસ લાઈન આવેલી છે.
આ લાઈન પરથી કોઈપણ પ્રકારના વાહનની અવરજવર કરવામાં ન આવે તે માટે ગેઈલ કંપનીએ નોટીસ આપવા ઉપરાંત ત્યાં બોર્ડ પણ લગાવી તેની જાણકારી આપી છે. તેમ છતાં અન્ડરગ્રાઉન્ડ પાઈપલાઈન પરથી માટી ભરેલા ભારે વાહનો પસાર થતાં હતા.
ઉપરોક્ત બાબત જોડિયા પોલીસના ધ્યાનમાં આવતા પીએસઆઈ આર.ડી. ગોહિલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તેઓએ પાઈપલાઈન પરથી વાહનો ન નીકળે તે માટે પ્રયત્ન કરતા લીઝ ધારકે ખાણખનીજ વિભાગ દ્વારા તે માટેની પરવાનગી આપવામાં આવી છે. તેવી રજૂઆત કરી હતી. તેના પગલે પોલીસે ખાણખનીજ વિભાગને પત્ર પાઠવ્યો હતો. તેમ છતાં પ્રત્યુત્તર નહીં મળતા સર્જાયેલા ગજગ્રાહ વચ્ચે પાઈપલાઈન પરથી ભારે વાહનો પસાર ન થાય તે માટે પોલીસે માટી કાઢવાનું કામ હાલ પૂરતું બંધ કરાવી તકેદારી દર્શાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag