Advertisement
Author: નોબત સમાચાર

વરિષ્ઠ નાગરિકોના લાભાર્થે સરકાર તરફથી નિઃશુલ્ક હેલ્પલાઈનનો પ્રારંભ

આરોગ્ય, સ્થળ સહાય, કાનૂની સલાહની સુવિધાઃ

જામનગર તા. ૧૮ઃ એલ્ડરલાઈન એટલે વરિષ્ઠ નાગરિકો માટે સહાનુભૂતિનો સાથ કેન્દ્ર તથા રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ૬૦ કે તેથી વધુ વયના નાગરિકોની સેવા, તેમના સુખી અને સ્વસ્થ વૃદ્ધત્વ માટે સુવિધા અને તમામ પ્રકારે મદદ પૂરી પાડવા માટે નિઃશુલ્ક હેલ્પલાઈન ૧૪૫૬૭ શરૃ કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકો સવારના ૮ કલાકથી સાંજના ૮ કલાક દરમ્યાન આ નંબર પર ફોન કરી નેશનલ હેલ્પ લાઈન ફોર સિનિયર સિટિઝનનો સંપર્ક કરી શકે છે. એલ્ડરલાઈન અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટે માહિતી, સલાહ, સ્થળ પર મદદ અને ભાવનાત્મક ટેકો એમ ચાર પ્રકારે સહાય આપવામાં આવે છે.

એલ્ડરલાઈન થકી વૃદ્ધાવસ્થામાં આરોગ્ય જાગૃતિ, સારવાર, વૃદ્ધાશ્રમો, ડે કેર સેન્ટર તથા ફ્રેન્ડલી પ્રોડક્ટ, વૃદ્ધો માટેની સરકારી યોજનાઓ વગેરે વિશે માહિતી આપવામાં આવે છે તેમજ તકરાર નિવારણ, કાનૂની, પેન્શનને લગતી સલાહ પણ આપવામાં આવે છે. પીડિત, ગુમ થયેલા કે ત્યજી દેવાયેલા, દુર્વ્યવહાર થયેલ, નિરાધાર વૃદ્ધોની સ્થળ પર જ મદદ પહોંચાડી સંભાળ લેવામાં આવે છે. તેમજ વરિષ્ઠ નાગરિકોને પારિવારિક સમસ્યાઓ, એકલતા, ચિંતા વિશે વાતચીત કરીને યોગ્ય સલાહ અને મદદ દ્વારા તેમને ભાવનાત્મક ટેકો પણ આપવામાં આવે છે. આમ વૃદ્ધાવસ્થાની તકલીફોને ધ્યાનમાં લઈસંવેદનશીલ અભિગમ અપનાવી તેમને મદદ કરવા માટે આ હેલ્પલાઈન દ્વારા સરકાર સતત સેવારત છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh