Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફરી ભત્રીજો કાકાને આ૫શે ઝટકો...?
મુંબઈ તા. ૧૮ઃ મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપ સર્જાઈ શકે છે. અજીત પવાર એનસીપીના ૩૦ થી વધુ ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતા જણાવાઈ હતી.
મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપ આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. એનસીપીના ૩૦ થી ૩૪ ધારાસભ્યો અજીત પવારના સમર્થનમાં આવ્યા હોવાના સમાચાર આવી રહ્યાં છે. આ દરેક ધારાસભ્યો બીજેપી સાથે જોડાવાની તૈયારી કરી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં એનસીપીમાં થોડા સમયથી ભાગલા પડી રહ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. મહારાષ્ટ્રમાં એનસીપીના કુલ પ૩ ધારાસભ્યો છે, અને જો એનસીપીમાં ભાગલા પડે તો શરદ પવારને મોટો ઝટકો લાગી શકે છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર રાજકીય મોટી ઉથલપાથલ થવાના એંધાણ દેખાઈ રહ્યાં છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે એવું જાણવા મળી રહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટીના એનસીપી નેતા અજીત પવાર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય તેવી શક્યતા છે.
આ સાથે એવું પણ જાણવા મળ્યું છે કે, જે રીતે એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો આપ્યો હતો. એવી જ રીતે અજીત પવાર પણ શરદ પવારને મોટો ઝટકો આપી શકે છે. હવે ભત્રીજો ફરીથી કાકાને ક્યારે ઝટકો આપે છે, તે જોવાનું રહે છે. કેટલાક પ્રત્યાઘાતો એવા છે કે, પવાર અને ફડણવીસની મીલીભગતથી આવું થઈ રહ્ય્ું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag