Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ આઈએનએસ-વાલસુરા, સરકારી વિભાગ દ્વારા યોજાયો કાર્યક્રમઃ
જામનગર તા. ૧૮ઃ 'આઝાદી કા અમૃત મહોત્સવ 'અંતર્ગત આઈએનએસ વાલસુરા અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સહયોગથી જામનગરમાં સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને વિશિષ્ટ બાળકોના લાભાર્થે સામાજિક સેવા કાર્યકમ યોજાયો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલો વસુધૈવ કુટુંબકમ નો સંદશો 'નવા' સંસ્થાના માધ્યમથી ચરિતાર્થ થતાં જોયો છે.
આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે સમગ્ર દેશમાં આઝાદીના ૭૫ વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ઉપલક્ષે જામનગરમાં આઈએનએસ વાલસુરા, નેવી વેલફેર એન્ડ વેલનેસ એસોસિએશન (એનડબલ્યુએએ-નવા) અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, રાજ્ય સરકારના સહયોગથી ધન્વન્તરિ ઓડિટોરિયમ, ઇટરામાં સામાજિક સેવા કાર્યકમ યોજાયો હતો. સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને શહેરના વિશિષ્ટ બાળકો એટલે કે દિવ્યાંગ અને મનોદિવ્યાંગ બાળકોના લાભાર્થે અને તેમને સહાય- સાધનો પૂરા પાડવાના હેતુસર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન દરમિયાન સાંસદએ જણાવ્યું હતું કે, નેવી વેલફેર એન્ડ વેલનેસ એસોસિએશન (નવા)ના માધ્યમથી દેશભરમાં વિશિષ્ટ બાળકો માટે સોશિયલ આઉટરીચ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના વડા શ્રીમતી કલા હરી કુમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલો વસુધૈવ કુટુંબકમનો સંદશો ખરા અર્થમાં સાર્થક કર્યો છે. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના સહયોગથી દિવ્યાંગ બાળકોનું જીવન સરળ બને તે માટે અનેક પ્રકારથી સહાય- સાધનો ઉપલબ્ધ બન્યા છે. સાંસદએ આવા ઉત્તમ કાર્યક્રમના આયોજન બદલ સંસ્થાના વદ શ્રીમતી કલાહરી કુમાર અને આઈએનએસ વાલસુરાના અધિકારીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને નૃત્યથી કરાઇ હતી. તે પછી સાંસદ અને મંચસ્થ મહેમાનોના હસ્તે જામનગર અંધજન તાલીમ કેન્દ્રના ૩ લાભાર્થીને હાર્મોનિયમ, ૭૦% થી ઓછી દૃશ્યશક્તિ ધરાવતા બાળકોને સ્માર્ટ વિઝન ગ્લાસીસ, ૨૦ શ્રવણમંદ લાભાર્થીઓને હિયરિંગ એઇડ્સ એટલે કે શ્રવણયંત્ર, ઓમ ટ્રેનિંગ સેન્ટરના ૪૦ બાળકોને બેગ અને ટીશર્ટ, ૨૦ લાભાર્થીઓને વ્હીલચેર, ૩૦ લાભાર્થીઓને ટ્રાઈસિકલ તેમજ ૩૦ વિધાર્થીઓને મલ્ટી સેન્સરી એજયુકેશન કીટ એટલે કે સંવેદનાત્મક પદ્ધતિ શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, પૂર્વ સૈન્ય અધિકારી પરમીંદર કુમાર, (નવા)ના પ્રેસિડેન્ટ શ્રીમતી કલા હરી કુમાર, (નવા)ના વાઇઝ પ્રેસિડેન્ટ શ્રીમતી ઝરીન, સભ્ય શ્રીમતી લાબોની રૉય, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ. આર. પટેલ, આઈએનએસ વાલસુરાના અધિકારીગણ અને કર્મચારીઓ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ, દિવ્યાંગ બાળકો અને તેમના વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag