Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શેઢે આવેલી જમીન પચાવી પાડ્યાનો છે આક્ષેપઃ
જામનગર તા.૧૮ : ધ્રોલ તાલુકાના જાયવા ગામના દંપતી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ થયા પછી જેલહવાલે થયેલા આ દંપતીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે.
ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં રે.સ.નં.૪૦૬માં આવેલી હરપાલસિંહ દેવુભા જાડેજાની ખેતીની જમીનના શેઢે તેમના પિતરાઈ ભૂપતસિંહ સજુભા જાડેજાની જગ્યા આવેલી છે. ભૂપતસિંહ અને તેમના પત્નીએ પોતાના ખેતરને લગત હરપાલસિંહના ખેતમાં પણ દબાણ કર્યાની અને આ દંપતી તે જમીન પાછી ન આપતા હોવાની ફરિયાદ પોલીસમાં કરાતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ભૂપતસિંહ તથા તેમના પત્ની રાજેશ્વરીબા સામે ગુન્હો નોંધાયો હતો.
આ કેસમાં ધ્રોલ પોલીસે આરોપી દંપતીની ધરપકડ કરી હતી. જેલહવાલે થયેલા દંપતીએ જામીનમુક્ત થવા અદાલતમાં અરજી કરી હતી. તે અરજી સામે તપાસનીશ ડીવાયએસપીએ સોગંદનામુ કરી વાંધાઓ રજૂ કર્યા હતા તેની સામે આરોપી પક્ષે દલીલ કરી હતી કે, લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળનો આ ગુન્હો નથી, પિતરાઈ ભાઈઓની વારસાઈ જમીન છે અને સિવિલ નેચરની તકરાર છે ત્યારે નવા કાયદા હેઠળ ફોજદારી ફરિયાદ નોંધાવાઈ છે.
અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી આરોપી પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી ભૂપતસિંહ સજુભા તથા રાજેશ્વરીબા ભૂપતસિંહ જાડેજાને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag