Advertisement
Author: નોબત સમાચાર

પત્નીની સારવાર માટે લીધેલી રકમનું ત્રણ ગણું વ્યાજ ચૂકવ્યા પછી પણ ત્રાસ

નગરના બે વ્યાજખોર સામે કરાઈ ફરિયાદઃ

જામનગર તા.૧૮ ઃ જામનગર નજીકના બાલાચડીમાં રહેતા એક પ્રૌઢે પોતાના પત્નીની બીમારીની સારવાર માટે ત્રણ વર્ષ પહેલા રૃા.પ૦ હજાર ત્રીસ ટકાના વ્યાજે લીધા પછી રૃા.દોઢ લાખ ચૂકવી આપ્યા હોવા છતાં તેમનો રૃા.૪ લાખનો ચેક બેંકમાંથી બાઉન્સ કરાવાયો હતો. તે પછી બે શખ્સે બળજબરીથી કોરા ચેક લઈ વધુ રૃા.૪પ હજારની માંગણી કરતા આખરે મામલે પોલીસ મથકે પહોંચ્યો છે.

જામનગર તાલુકાના સમાણા પાસે આવેલા બાલાચડીમાં સૈનિક સ્કૂલ નજીક વસવાટ કરતા ચમનભાઈ વસંતભાઈ વાઘેલા નામના પ્રૌઢના પત્નીને ત્રણેક વર્ષ પહેલા પેરાલિસીસનો હુમલો આવ્યો હતો. તેમની સારવાર માટે પૈસાની જરૃરિયાત ઉભી થતાં ચમનભાઈએ જે તે વખતે ગુલાબનગર નજીક પેટ્રોલપંપ વાળા ઢાળીયા પાસે રહેતા જયંતિભાઈ જેરામભાઈ સોનગરા પાસેથી રૃા.પ૦ હજાર ત્રીસ ટકાના દર મહિનાના વ્યાજના દરે લીધા હતા.

ત્યારપછી વ્યાજ ચૂકવતા ચમનભાઈને જયંતિભાઈ તથા સુલ્તાન ઈશાક હાલાણી નામના પ્રભાતનગરમાં રહેતા શખ્સે પરેશાન કરવાનું શરૃ કર્યું હતું. રૃા.દોઢ લાખ જેવી રકમ વ્યાજપેટે ભરપાઈ કરી હોવા છતાં ચમનભાઈનો ચેક રૃા.૪ લાખની રકમ ભરી રિટર્ન કરાવાયો હતો. ત્યારપછી પણ બળજબરીથી બેંકના કોરા ચેકમાં સહી કરાવી લઈ વધુ રૃા.૪પ હજારની માંગણી કરાતા ચમનભાઈએ સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જયંતિભાઈ જેરામભાઈ સોનગરા અને સુલ્તાન ઈશાક હાલાણી સામે ફરિયાદ નોંેંધાવી છે. પોલીસે આઈપીસી ૩૮૪, ૫૦૬ (ર), ૧૧૪, મની લેન્ડર્સ એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે તજવીજ શરૃ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh