Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અતિક-અશરફની હત્યા પછી હવે અસલી એપિસોડ?ઃ પ૦૦ કરોડની સંપત્તિ થશે જપ્ત
નવી દિલ્હી તા. ૧૮ઃ અતિક-અશરફની હત્યા પછી હવે યોગી સરકાર વીણી વીણીને માફિયાઓનો સફાયો કરશે, તેમ જણાય છે. સરકારે ૬૧ માફિયાઓની યાદી તૈયાર કરી છે, અને પ૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરાશે. યાદીમાં મુખ્તાર અન્સારી સહિત ટોચના ગેંગસ્ટરોના નામ છે. યોગી મંજુરી આપે એટલી જ વાર છે. તે પછી બાકી રહેલા તમામ માફિયાઓ-ગેંગસ્ટરોને સકંજામાં લેવાશે, તેવા સંકેતો મળી રહ્યા છે.
અતિક-અશરફના ખાતમા પછી હવે યોગી સરકાર માફિયાઓ વિરૃદ્ધ મોટું અભિયાન ચલાવવા જઈ રહી છે. ઉત્તરપ્રદેશની પોલીસે ૬૧ ગેંગસ્ટરોની યાદી તૈયાર કરી છે. તેમની સામે ટૂંક સમયમાં મોટી કાર્યવાહી શરૃ થવા જઈ રહી છે. આટલું જ નહીં, આ માફિયાઓની પ૦૦ કરોડની પ્રોપર્ટી જપ્ત કરવાનું પ્લાનિંગ પણ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ આ યાદીમાં દારૃ માફિયાઓ, ગેરકાયદે ખનન, જંગલ અને પશુ માફિયાઓ ઉપરાંત શિક્ષણ માફિયાઓનો પણ સમાવેશ થાય છે. સીએમ યોગીની મંજુરી મળતાની સાથે તેમની સામે મોટું અભિયાન ચલાવવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા મંત્રી પ્રશાંત કુમાર કહે છે કે રાજ્યમાં ગુનેગારોના નેટવર્કને ખતમ કરવા માટે વ્યાપક અભિયાન ચલાવવામાં આવશે.
માફિયા અને ગેંગસ્ટરોની આ યાદીમાં મુખ્તાર અંસારી, બ્રિજેશસિંહ, પશ્ચિમ યુપીના ગેંગસ્ટર ઉધમસિંહ, સુનિલ રાઠી, સુંદર ભાટી, સુભાષ ઠાકુર, રાજન તિવારી ગુરુસિંહ, સુધાકરસિંહ બહરાઈચના ગબ્બરસિંહ, બદનસિંહ, અજીત ચૌધરી, અક્કુ, ધર્મેન્દ્ર કિર્થલ, અભિષેકસિંહ હની, નિહાલ પાસી, રાજન તિવારી, સુધીર કુમાર સિંહ, વિનોદ ઉપાધ્યાય વગેરેનો સમાવેશ થાય છે. તે ઉપરાંત સપા અને બસપા સાથે જોડાયેલા માફિયાઓના નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. જેમં બચ્ચુ યદવ, જુગનુ વાલિય, રિઝવાન ઝહીર, દિલીપ મિશ્રા, અનુપમ દુબે, હાજી ઈકબાલ અને લલ્લુ યાદવના નામ સામેલ છે. એટલું જ નહીં, ત્રિભૂવનસિંહ, ખાન મુબારક, સલીમ, સોહરાબ, રૃસ્તમ, બબલુ શ્રીવાસ્તવ, વાલુમેશ રાય, કુંટુસિંહ, સુભાષ ઠાકુર, સંજીવ મહેશ્વરી જીવા અને મુનીર જેવા માફિયાઓના નામ પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનિય છે કે, સુંદર ભાટીનું નામ અતિક-અશરફ મર્ડર કેસમાં સામે આવ્યું હતું. ગ્રેટર નોઈડાના રહેવાસી સુંદર ભાટી પર ૬ર ગુનાહિત કેસ નોંધાયેલા છે. તે પશ્ચિમી ઉત્તરપ્રદેશનો ભયંકર ગુનેગાર છે. તાજેતરમાં જ હરેન્દ્ર પ્રધાન હત્યા કેસમાં ગૌતમ બુદ્ધ નગર જિલ્લા અદાલતે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. સુંદર હાલ સોનભદ્ર જેલમાં બંધ છે. અતિક અને અશરફના ૩ હત્યારાઓમાંનો એક સની મૂળ કાસગંજનો રહેવસી છે. તે સુંદર ભાટી ગેંગનો સભ્ય અને શાર્પ શૂટર હોવાનું કહેવાય છે. તે લાંબા સમયથી બાંદ જેલમાં છે. સની જેલમાં જ સુંદર ભાટી ગેંગને મળ્યો હતો.
સ્પેશિયલ ડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારના જણાવ્યા અનુસાર યુપી પોલીસે દારૃ માફિયા, પશુ તસ્કરો, વન માફિયા, ખનિજ માફિયા, શિક્ષણ માફિયા વગેરેને ચિન્હિત કરીને ૧૧ પોલીસ હેડક્વાર્ટર સ્તરે માફિયાઓની યાદી બનાવી છે. આમની ગેંગને ખતમ કરવાથી લઈને તેમની પ૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરવાનો લક્ષ્યાંક પણ નક્કી કરવામાં આવ્યો છે. પ્રશાંત કુમારના જણાવ્યા અનુસાર ભવિષ્યમાં આ યાદીમાં નામો હજુ વધી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag