Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સગર સમાજના નનેરા પરિવાર દ્વારા
ભાણવડ તા. ૧૮ઃ સમસ્ત નનેરા પરિવાર આયોજીત પૂ. શ્રી સતિઆઈ ધામ ધ્રાફાના આંગણે તા. ૦૫-૦૫-૨૩ના નૂતન શિખર મહોત્સવ તથા ૧૫૧ કુંડી યજ્ઞનું આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત ધાર્મિક કાર્યક્રમમાં સંતો-મહંતો લાલબાપુ, ઈન્દ્રભારથી બાપુ, બાપુશ્રી મોગલ કુળ, જેન્તિરામ બાપુ, આઈશ્રી બેલીમાં, આઈશ્રી કંચનમાં, આઈશ્રી રૃપલમાં, આઈશ્રી મનુમા, નાનજી ભગત નગરા, રાજકીય અગ્રણીઓ કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, રાઘવજીભાઈ પટેલ, પૂનમબેન માડમ, રાજેશભાઈ ચુડાસમા, રમેશભાઈ ધડુક, હેમતભાઈ ખવા, અર્જુનભાઈ મોઢવાડીયા, કાંધલભાઈ જાડેજા, ચિમનભાઈ શાપરીયા, બ્રિજરાજસિંહ જાડેજા, બાબુભાઈ બોખીરીયા, વિક્રમભાઈ માડમ, ચિરાગભાઈ કાલરીયા, મેરામણભાઈ ગોરીયા, ઈસુદાન ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
તે પછી રાત્રે નામાંકીત કલાકારો વનીતાબેન રાઠોડ, કાજલબેન ઓઝા, શ્યામદાસ બાપુ, મંગલ રાઠોડ, ઉમેશ બારોટ, માયાભાઈ આહિર, ગીતાબેન રબારી દ્વારા લોકડાયરો યોજાશે.
આ ધાર્મિક અવસરમાં સવારે ૭ કલાકે ધ્વજારોહણ, ૮ કલાકે આરતી, ૯ કલાકે યજ્ઞ પ્રારંભ, ૯ઃ૩૦ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમો, સવારે ૧૦ કલાકે સતિઆઈ માતાજીની યશગાથા, સવારે ૧૦ થી રાત્રે ૧૦ કલાક સુધી મહાપ્રસાદ, બપોરે ૧૨ઃ૩૦ કલાકે સન્માન સમારોહ, જ્ઞાતિના વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીઓનો બપોરે ૩ કલાકે નૂતન શિખર મહોત્સવ, ૩ઃ૩૦ બીડુ હોમ, સાંજે ૪ કલાકે સગર સમાજના આગેવાનોનું સન્માન, રાજૂપત સમાજના આગેવાનો, સાધુ સંતો, રાજકીય આગેવાનોનું સન્માન, રાત્રે ૯ કલાકે ભવ્ય લોકડાયરો યોજાશે. ૧૫૧ કુંડી યજ્ઞમાં આચાર્ય શ્રી સાંદિપની વિદ્યાનિકેતનના ઋષિકુમારો ઉપસ્થિત રહેશે તેમ સતિઆઈ ધામ મંદિર સમિતિ તથા સમસ્ત નનેરા પરિવારએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag