Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ જજની બંધારણી બેન્ચ સમક્ષ રજુ થઈ રહી છે દલીલોઃ અદાલતમાં પ્રશ્નોત્તરી
નવી દિલ્હી તા. ૧૮ઃ સમલૈંગિક લગ્નને માન્યતા આપવા અંગે સુપ્રિમકોર્ટમાં સુનાવણી શરૃ થઈ છે અને દલીલો થઈ રહી છે.
સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાની માગ કરતી ૧૫ અરજી પર સુપ્રિમકોર્ટમાં સુનાવણી ચાલુ છે. ચીફ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ એસ.કે. કૌલ, જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટ, જસ્ટિસ પી.એમ. નરસિમ્હા અને જસ્ટિસ હિમા કોહલીની પાંચ જજની બંધારણીય બેન્ચ આ અરજીઓ પર સુનાવણી કરી રહી છે.
સોલિસિટર જનરલ (એસજી) તુષાર મહેતા અને મુકુલ રોહતગી કેન્દ્ર સરકાર વતી સમલૈંગિક લગ્નની તરફેણમાં દાખલ કરાયેલી અરજીઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. એસ.જી. મહેતાએ કહ્યું હતું કે સમલૈંગિક લગ્નનો મુદ્દો એવો નથી કે એક તરફ ૫ લોકો, બીજી બાજુ ૫ લોકો અને બેન્ચ પર બેઠેલા ૫ વિદ્વાનો ચર્ચા કરી શકે. આમાં દક્ષિણ ભારતના ખેડૂત અને ઉત્તર ભારતના વેપારીનો દૃષ્ટિકોણ પણ જાણવો પડશે. અમે હજુ પણ આ અરજીઓના આધાર પર સવાલ ઉઠાવી રહ્યાં છીએ, કારણ કે, તમામ રાજ્યો આ બાબતે એકમત ન પણ હોઈ શકે. અમે હજુ પણ કહી રહ્યાં છીએ કે શું કોર્ટ પોતે આ મુદ્દે નિર્ણય લઈ શકે છે.
અરજદાર તરફથી વરિષ્ઠ એડવોકેટ મુકુલ રોહતગીએ દલીલો કરી હતી. અરજદારોની દલીલ હતી કે, સાર્વજનિક સ્થળોએ આપણે કોઈ કલંકનો સામનો કરવો ન જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે, ર લોકો માટે લગ્ન અને પરિવારને લગતી એવી જ વ્યવસ્થા હોવી જોઈએ, જે હવે અન્ય લોકો માટે ચાલી રહી છે. આપણા સમાજમાં લગ્ન અને પરિવારનું સન્માન કરવામાં આવે છે. આ બાબતે ગુનાહિત અને અકુદરતી ભાગ કાયદામાંથી હટાવી દેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં અમારો અધિકાર પણ સમાન છે. અમે સમલિંગી લોકો છીએ. સમાજના વિજાતીય જૂથ તરીકે અમને બંધારણ હેઠળ સમાન અધિકારો પણ મળ્યા છે. તમે આ નિર્ણય લીધો છે. અમારા સમાન અધિકારોના માર્ગમાં એકમાત્ર અવરોધ ૩૭૭ હતો.
કેન્દ્ર સરકારે કહ્યું કે, તમામ ધર્મોમાં લગ્નનું સામાજિક મહત્ત્વ છે. હિન્દુ ધર્મમાં લગ્નને સંસ્કાર માનવમાં આવે છે. ઈસ્લામમાં પણ તેથી આ અરજીઓ ફગાવી દેવી જોઈએ. આ અંગે નિર્ણય સંસદે લેવાનો છે. કોર્ટે આનાથી દૂર રહેવું જોઈએ.
સુપ્રિમ કોર્ટની ટિપ્પણી એવી હતી કે, સમાજે સમલૈગિંક સંબંધોને સ્વીકાર્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં વસ્તુઓ બદલાઈ છે. એક સ્વીકૃતિ છે, જેનો સમાવેશ થાય છે. અમે આ બાબતથી વાકેફ છીએ. નવતેજ સમયે (સમલૈંગિકતાને અપરાધ ગણાવવું) અને હવે આપણા સમાજને વધુ સ્વીકૃતિ મળી છે. અમારી યુનિવર્સિટીઓમાં તેને સ્વીકૃતિ મળી છે.
કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, ભલે સુપ્રિમ કોર્ટે આઈપીસીની કલમ ૩૭૭ ને ડિક્રિમિનલાઈઝ કરી દીધી હોય, તેનો અર્થ એ નથી કે અરજીકર્તાઓ સમલૈંગિક લગ્નના મૂળભૂત અધિકારનો દાવો કરે. કેન્દ્ર સરકારે સેમ સેક્સ મેરેજને ભારતીય પરિવારના કોન્સેપ્ટ વિરૃદ્ધ જણાવ્યું છે. કેન્દ્રએ કહ્યું કે, સમલૈંગિક લગ્નની તુલના ભારતીય પરિવારમાં પતિ-પત્નીને જન્મેલા બાળકોની કલ્પના સાથે કરી શકાય નહીં. કાયદા મુજબ પણ સમલૈંગિક લગ્નને માન્યતા આપી શકાતી નથી. કારણ કે પતિ-પત્નીની વ્યાખ્યા જૈવિક રીતે આપવામાં આવી છે. તદનુસાર બન્ને પાસે કાનૂની અધિકારો પણ છે. સમલૈંગિક લગ્નમાં વિવાદના કિસ્સામાં પતિ-પત્નીને અલગથી કેવી રીતે ગણી શકાય? કોર્ટમાં કેન્દ્રએ કહ્યું હતું કે સમલૈંગિક લગ્નોને કાનૂની માન્યતા આપવાથી દત્તક, છૂટાછેડા, ભરણપોષણ, વારસા વગેરે સંબંધિત મુદ્દાઓમાં ઘણી ગુંચવણો ઊભી થશે. આ બાબતોને લગતી તમામ કાયદાકીય જોગવાઈઓ પુરુષ અને સ્ત્રી વચ્ચેના લગ્ન પર આધારિત છે.
સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવા સંબંધિત અરજીઓમાંની એક હૈદરાબાદના ગે યુગલ સુપ્રિયો અને અભયની છે. કપલે પોતાની અરજીમાં કહ્યું છે કે બન્ને એક-બીજાને એક દાયકાથી વધુ સમયથી ઓળખે છે અને રિલેશનશીપમાં છે. આમ છતાં પરિણીત લોકોને જે અધિકારો મળ્યા છે, તે અધિકારોથી તેઓ વંચિત રહ્યા.
સુપ્રિમ કોર્ટે કહ્યું કે અમે અરજદારોની દલીલો સાંભળવા બેઠા છીએ. સોલિસિટર જનરલ અમને કેવી રીતે નિર્ણય લેવો જોઈએ, તે કહી શકે નહીં, યોગ્ય સમયે સૌને સાંભળીશું.
આ લખાય છે ત્યારે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને કેન્દ્ર સરકાર તથા અરજદાર તરફથી ધારદાર દલીલો થઈ રહી છે અને સુપ્રિમ કોર્ટ દ્વારા પણ કેટલીક ટિપ્પણીઓ થઈ રહી છે. આ અંગે પૂરેપૂરી સુનાવણી પછી જ સુપ્રિમ કોર્ટે ચુકાદો આપશે તેમ જણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag