Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લા પ્રિ-મોન્સુન તૈયારીની મિટિંગ યોજાઈ
ખંભાળિયા તા. ૧૮ઃ જિલ્લા કલેક્ટર અશોક શર્માના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન કામગીરી અંગેની બેઠક યોજાઈ હતી, જેમાં ચોમાસાને સંલગ્ન જરૃરી ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવા અધિકારીઓને સૂચના અપાઈ હતી, અને કેટલીક બાબતો અંગે માર્ગદર્શન અપાયું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર અશોક શર્માના અધ્યક્ષસ્થાને આગામી ચોમાસાને અનુલક્ષીને સંલગ્ન તમામ વિભાગો સાથેની પ્રિ-મોન્સુન કામગીરી અંગેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટરે વિવિધ વિભાગના અધિકારીઓને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસામાંના કારણે જાન માલનું નુક્સાન અટકાવવા આગોતરી તૈયારીઓ કરવા તેમજ ચોમાસાને સંલગ્ન જરૃરી ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવા સૂચના આપી હતી, તેમજ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં કલેક્ટરે લગત વિભાગોને મોકડ્રીલ યોજા, સર્વે કરવા, આશ્રય સ્થાનો તૈયાર કરવા, પાણી નિકાલના માર્ગ પરના અવરોધો દૂર કરવા, માનવ કે પશુ મૃત્યુના કિસ્સામાં ત્વરિત કાર્યવાહી હાથ ધરવા, જરૃરી સાધનો તૈયાર રાખવા, વીજ પુરવઠો જળવાય તેની તકેદારી રાખવા, દરિયાકાંઠે જરૃરી સિંગ્નલો લગાવવા વગેરે બાબતે સચૂન કરી જરૃરી માર્ગદર્શન આપ્યું હતું.
વધુમાં કલેક્ટરે પાણીનો પ્રવાહ વધે, ડેમ ઓવરફ્લો થાય કે પાણીનો ભરાવો થાય તેવા સંજોગોમાં તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં જાણ કરી શકાય તે હેતુથી સંપર્ક યાદી બનાવી ડિજાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા પણ જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, અધિક નિવાસી કલેક્ટર ભૂપેશ જોટાણિયા, સર્વે પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag