Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદાલતે છ મહિનાની કેદ ફટકારતા થયો હતો પલાયનઃ
જામનગર તા.૧૮ ઃ જામનગરના મોટી બાણુંગાર ગામના એક શખ્સને ભરણપોષણના કેસમાં અદાલતે છ મહિનાની કેદની સજા ફટકાર્યા પછી આરોપી નાસી ગયો હતો. તે શખ્સને પંચકોશી-એ ડિવિઝન પોલીસે પકડી પાડ્યો છે.
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર આવેલા મોટી બાણુંગાર ગામમાં રહેતા અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા ઝુલ્ફીકાર રહીમ તુરક નામના શખ્સ સામે ભરણપોષણની કરાયેલી અરજીમાં વર્ષ ૨૦૨૦માં અદાલતે છ મહિનાની કેદનો હુકમ કર્યાે હતો. તે હુકમ પછી આરોપી નાસી ગયો હતો.
ઉપરોક્ત શખ્સ મોટી બાણુંગાર ગામમાં આવ્યો હોવાની બાતમી પંચકોશી-એ ડિવિઝનના હિતેન્દ્રસિંહ, ભાવેશ રાબડીયાને મળતા પીએસઆઈ જે.પી. સોઢાને વાકેફ કરાયા પછી દોડી ગયેલી પોલીસ ટીમે મોટી બાણુંગારના બસ સ્ટેન્ડ પાસેથી આરોપીની અટકાયત કરી લીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag