Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોટરી કલબ ઓફ સેનોરાઝ દ્વારા
જામનગર તા. ૩ઃ રોટરી ડિસ્ટ્રીક ૩૦૬૦ અને રોટરી કલબ ઓફ સેનોરાઝ- જામનગર તથા બટુકભાઈ ખંઢેરીયા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે તા. ૪-૨-૨૩ ના સાંજે ૪ વાગ્યે ગર્ભાશયના મુખના કેન્સરની જાગૃતિ અંગે એક વેબીનારનુંં આયોજન કરવામાં આવ્યું છે. આ વેબીનારના વિષયમાં એચપીવી વેક્સિન અમારો અનુભવ, રોબોટિક સર્જરી તથા ગર્ભાશયના મુખના કેન્સરની શકયતા દૂર કરવા માટેના સ્પેશિયલ ઓપરેશન અંગે પ્રતિષ્ઠિત વકતાઓને સાંભળો નો સમાવેશ કરવામાંં આવ્યો છે.
આ વેબીનારમાં મુખ્ય મહેમાન તરીકે ડો. બાલક્રિષ્ના ઈનામદાર (ચેરપર્સન, રોટરી ઈન્ડિયા ટ્રાન્સફોર્સ ઓફ હેલ્થ) તથા અતિથિ વિશેષ તરીકે શ્રીકાંત ઈન્દાણી (ડિસ્ટ્રીકટ ગવર્નર આરઆઈડી ૩૦૬૦), અને નિહિર દવે (ડિસ્ટ્રી. ગવર્નર ઈલેકટ આરઆઈડી ૩૦૬૦) ઉપસ્થિત રહેશે. એચપીવી વેક્સિન પર અમારો અનુભવ વિષય પર ડો. નયનાબેન પટેલ (ડીન મેડિકલ ફેકલ્ટી સૌરાષ્ટ્ર યુનિ.)ની ઉપસ્થિતિમાં ડો. કલ્પનાબેન ખંઢેરિયા (એમ.ડી. અને પ્રિવેન્ટીવ એન્કોલોજીસ્ટ) વકતવ્ય આપશે. તથા રોબોટિક સર્જરી વિષયમાં સ્વેતલબેન દેશાઈ (ચેર મેમોગ્રાફી ઓરલ, કેન્સર આરઆઈડી ૩૦૬૦) ઉપસ્થિત ડો. કલ્પનાબેન કોઠારી (એચ.સી.જી. કેન્સર સેન્ટર, અમદાવાદ) વકતવ્ય આપશે. તેમજ મેનેજમેન્ટ ઓફ પ્રિક્રેન્સરસ કન્ડીશન ઓફ સર્વાઈકલ કેન્સર વિષય પર હીતાબેન જાની (કો-ચેર વુમન એમ્પાવરમેન્ટ)ની હાજરીમાં ડો. પ્રિયાબેન ગણેશ (ચેર ઓન્કોલોજી કમિટિ એફઓજીએસઆઈ) વકતવ્ય આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag