Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોથી ફેબ્રુ.ના લાલપુર તાલુકાના હરિપર ગામે
જામનગર તા. ૩ઃ જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાના અધ્યક્ષસ્થાને આગામી તા. ૪ ફેબ્રુઆરીના લાલપુર તાલુકાના હરિપરમાં જામનગર જિલ્લા ભાજપની કારોબારી બેઠક યોજાશે. જેમાં પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરા તથા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ, સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહેશે.
પ્રદેશ સંગઠનની સૂચના અનુસાર જામનગર જિલ્લા ભાજપ સંગઠનની કારોબારી બેઠક લાલપુર તાલુકાના હરિપર ગામે ઘંટેશ્વર મહાદેવ મંદિરમાં આગામી તા. ૪ ફેબ્રુઆરીના સવારે ૯-૩૦ કલાકે યોજવામાં આવેલ છે. આ બેઠક જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરાના અધ્યક્ષસ્થાને યોજાશે. બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરા, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ, સાંસદ પૂનમબેન માડમ તથા જિલ્લાના સંગઠન પ્રભારની જેન્તિભાઈ કવાડિયા તથા વંદનાબેન મકવાણા ઉપસ્થિત રહેશે.
આ બેઠકમાં જિલ્લા ભાજપના કારોબારી સભ્યો, આમંત્રિત કારોબારી સભ્યો, વિશેષ આમંત્રિત સભ્યો, તમામ મંડલના પ્રમુખ, મહામંત્રીઓ, જિલ્લા મોરચાના પ્રમુખ મહામંત્રીઓ તથા જિલ્લા સેલના કન્વિનર, સહકન્વિનરો, સહકારી આગેવાનોને ઉપસ્થિત રહેવા જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી તથા પ્રવિણસિંહ જાડેજા તરફથી જાણ કરવામાં આવેલ છે.
જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત પછી યોજાનાર પ્રથમ કારોબારી બેઠક કાર્યકરોને આવનારા સમયમાં સેવાકીય અને સંગઠનના કાર્યો માટે નવો જોમ અને જુસ્સો પૂરો પાડશે તેમ જિલ્લા ભાજપ મીડિયા સેલના કન્વિનર નરેન્દ્રસિંહ પરમારએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag