Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિરડીના મંદિરે આભૂષણો ભેટ આપવાનું શરૃઃ
મુંબઈ તા. ૩ઃ મહારાષ્ટ્રના વિશ્વપ્રસિદ્ધ શિરડી સાંઈ મંદિરમાં ભક્તોએ સોનાના આભૂષણો ભેટ આપવાનું શરૃ કરી દીધું છે. નવા વર્ષના આગમન પછીના પ્રથમ દિવસથી જ સાંઈ બાબાના ભક્તો તેમને સોના-ચાંદીના આભૂષણો અર્પણ કરી રહ્યા છે.
વર્ષના પહેલા જ દિવસે એક ભક્તે સાંઈ બાબાને ૪૭ લાખ રૃપિયાનો સોનાનો મૂગટ અર્પણ કર્યો હતો. જે પછી સાંઈ ભક્તો સોનાના આભૂષણો ચઢાવ્યા છે. તે પછી મંગળવારે હૈદ્રાબાદથી મહારાષ્ટ્રના શિરડી મંદિરમાં આવેલા સાંઈ ભક્ત નાગમ અલીવેનીએ તેમના પતિની યાદમાં સાંઈ બાબાને ૧ર,૧૭,૪રપ રૃપિયાની કિંમતનું ર૩૩ ગ્રામ વજનનું સોનાનું કમળનું ફૂલ અર્પણ કર્યું હતું. સાંઈ બાબાને આ અર્પણ કર્યા પછી અલીવેની ખૂબ જ સંતુષ્ટ અને ખુશ દેખાતા હતાં. આ કમળનું ફૂલ સાંઈ બાબાને ધૂપ આરતી સમયે અર્પણ કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે પણ એક સાંઈ ભક્તે શિરડીમાં બાબાના દરબારમાં ત્રણ સોનાના કમળના ફૂલ ચઢાવ્યા હતાં. તે પછી આ વર્ષે હૈદ્રાબાદની મહિલા ભક્તોએ પણ આવા જ ઉત્કૃષ્ટ અને સુંદર કમળના ફૂલોનું દાન કર્યું છે. આ સોનાના કમળનું ફૂલ ખૂબ જ સુંદર અને આકર્ષક છે. જે બપોરે સાંઈ બાબાની મૂર્તિ સામે અર્પણ કરવામાં આવે છે. સંસ્થાના પ્રભારી અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રાહુલ જાધવે સાંઈનું આ કમળનું ફૂલ સ્વીકાર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag