Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માનવ સેવા સમિતિના ઉપક્રમે
ખંભાળિયા તા.૩ ખંભાળિયાની સેવાકીય સંસ્થા માનવ સેવા સમિતિ દ્વારા તાજેતરમાં નેત્ર-દંત યજ્ઞના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
લલીતાબેન પ્રેમજીભાઈ બદિયાણી હોસ્પિટલમાં યુ.કે.ના નથવાણી પરિવાર તથા અન્ય દાતાઓના સહયગથી નેત્ર નિદાન તથા સારવાર ઓપરેશન, દંત ચિકિત્સા કેમ્પ તથા બ્લડપ્રેશર અને ડાયાબિટીસનું નિદાન, સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ૨૧૬ દર્દીએ લાભ લીધો હતો તથા ૩૮ દર્દીઓને ઓપરેશનની જરૃરત જણાતા તેમને રણછોડદાસજીની હોસ્પિટલ રાજકોટમાં લઈ જઈ ઓપરેશન કરાવી પરત લાવવા વ્યવસ્થા કરવામાં આવી હતી.
માનવ સેવા સમિતિના ટ્રસ્ટી જગદીશભાઇ ચાવડાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. સમિતિના પ્રમુખ ધીરેનભાઈ બદિયાણીએ દાતાઓની ભાવના બિરદાવી સંસ્થાની પ્રવૃત્તિઓ અંગે જાણકારી આપી હતી. મુખ્ય મહેમાન ભાજપ શહેર પ્રમુખ અનિલભાઈ તન્નાએ હોસ્પિટલ, સંસ્થાના સેવાકીય પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી તથા પૂર્વ રાજ્યમંત્રી ડો. રણમલભાઈ વારોતરીયાએ સેવાકીય પ્રવૃત્તિનો વ્યાપ ગ્રામ્ય પંથકમાં પણ ફેલાવવા અપીલ કરી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટીઓ મનુભાઈ પાબારી, વિમલભાઈ સાયાણી, નાથાભાઈ બદિયાણી, સુભાષ બારોટ, હોસ્પિટલના મેનેજર અભિષેક સવજાણી, રાહુલ કણઝારીયા, ડો. ક્રિષ્નાબેન મોરઝરીયાએ મદદ કરી હતી.
યુ.કે.ના રઘુવંશી દાતા પ્રફુલભાઈ નથવાણીએ પ્રતિ વર્ષ આવા કેમ્પ યોજાય તેમાં સહકાર આપવાની ખાતરી પણ આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag