Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૩ઃ ખંભાળીયા શહેરમાં રખડતા ઢોરના કારણે નગરજનોને પરેશાની થતી હોય પાલિકાની સામાન્યસભામાં પ્રમુખ ભાવનાબેન પરમારની અધ્યક્ષતામાં રખડતા ઢોર માટે ખાસ જોગવાઈનુંં આયોજન કર્યું હતુુ. પાલિકા કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય દ્વારા ભાણવડ મહાજન ગૌશાળાના મુકેશભાઈ સંઘવી, એનિમલ લવર્સ ગૃપના એ.આર. ભટ્ટ, એનિમલ કેર્સના દેસુરભાઈ ધમા, અશોકભાઈ સોલંકી, પાલિકાના સેનીટેશન વિભાગના અધિકારીઓ રાજપારભાઈ ગઢવી તથા કિશોરસિંહ સોેઢા, નઝીમ રૃંઝા વગેરે દ્વારા શહેરમાં રખડતા ઢોરને ખાસ પાંજરા ગાડીમાં વ્યવસ્થિત રીતે ભાણવડ મહાજન ગૌશાળામાં પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.
આ પ્રવૃત્તિના ભાગરૃપે શહેરમાં રખડતા પાંચ બળદો ને પાંજરા ગાડીમાં ભાણવડ પહોંચાડવામાં આવ્યા હતાં. હવે પછી દરરોજ શહેરમાં જુદા જુદા સ્થળે રસ્તા પર રખડતા ઢોરને પાંજરાગાડીમાં રાખી ભાણવડ મહાજન ગૌશાળામાં પહોંેંચાડવામાં આવશે. જ્યાં ગૌશાળા ટ્રસ્ટીઓ દ્વારા તેને ઘાસચારો તથા રાખવાની વ્યવસ્થા થશે. આ ઉપરાંત અન્ય ગૌશાળાના ટ્રસ્ટીઓના સૌજન્યથી ખંભાળીયામાં બે સ્થળે રખડતા પશુઓ જેમાં એક સ્થળે ખૂંટીયા તથા એક સ્થળે ગાયો તથા વાછરડીઓને રાખવા માટે આયોજન થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag