Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૩ ઃ જામનગરના સમર્પણ હોસ્પિટલ વિસ્તારમાં આવેલી એક જમીનની હક્ક પત્રકે નોંધ કરવાની કાનૂની લડાઈમાં કલેકટરે અગાઉ કરાયેલા હુકમને યથાવત રાખી જમીનના માલિકોની રીવીઝન રદ્દ કરી છે.
જામનગરમાં સમર્પણ હોસ્પિટલ પાસે આવેલી ખેતીની જમીન અમરીશ વિનોદચંદ્ર મહેતા, ચિંતન અરવિંદભાઈ શાહ, પિયુષ ભરતભાઈ ગોંદીયા, હાથીયાભાઈ એભાભાઈ રાજાણી, ડાડુભાઈ રાજશીભાઈ વારોતરીયા, હેભાભાઈ રાજશીભાઈ ડેર નામના બિલ્ડરોએ કુલમુખત્યારનામા અને વેચાણ દસ્તાવેજના આધારે વ્યવહાર કરી શહેર મામલતદાર સમક્ષ હક્ક પત્રકે વેચાણ દસ્તાવેજ મુજબ નોંધ દાખલ કરવા કાર્યવાહી કરતા મામલતદારે નોંધ નામંજૂર કરી હતી.
તે પછી નાયબ કલેકટર સમક્ષ અપીલ કરાઈ હતી. જેમાં તે જમીનમાં હક્ક ધરાવનારને નોટીસ પાઠવાતા વાંધેદાર આશુતોષ નંદાના વકીલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પિયુષ ગોંદીયા બિનખેડૂત જાહેર થયા હોય અને અન્ય લોકો ખાતેદાર હોવાના આધાર રજૂ કર્યા હતા. તેમજ આ જમીનનો દસ્તાવેજ વર્ષ ૨૦૦૮માં થયા પછી આટલા વર્ષે હક્ક પત્રકે નોંધ કરાવવા તે લોકો કેમ બહાર આવ્યા તેનો સંતોષકારક ખુલાસો કરી શકતા નથી તેવી દલીલ કરતા નાયબ કલેકટરે અપીલ નામંજૂર કરી હતી.
તે પછી એડવોકેટ પુત્ર પિયુષ ગોંદીયાએ રીવીઝન કરી હતી. ત્યાં પણ અન્ય વાંધેદાર હર્ષદ નંદાએ તકરાર લીધી હતી. નાયબ કલેકટરે કરેલા હુકમમાં હસ્તક્ષેપ કરવા વ્યાજબી કારણ ન જણાતા કલેકટરે રીવીઝન કેસ નામંજૂર કર્યાે છે. વાંધેદાર આશુતોષ નંદા તરફથી વકીલ એમ.સી. પંડ્યા, ઉમર લાકડાવાલા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag