Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોંગ્રેસ અધ્યક્ષે વિપક્ષોની બેઠક બોલાવી સરકારને ઘેરી
નવી દિલ્હી તા. ૩ઃ સંસદમાં આજે પણ અદાણીના મુદ્દે ભારે હોબાળો થયો છે અને બપોર સુધી બન્ને ગૃહો સ્થગિત કરવા પડ્યા છે.
સંસદમાં બજેટ સત્રનો આજે ચોથો દિવસ છે. ફરી એકવાર અદાણી મામલે બન્ને ગૃહોમાં વિપક્ષે જોરદાર હોબાળો મચાવ્યો હતો. જેના પછી ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષી દળોના નેતાઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સરકારને ઘેરવાની રણનીતિ અંગે ચર્ચા કરાઈ હતી.
સંસદની કાર્યવાહી આજે સવારે ૧૧ વાગ્યાથી શરૃ થઈ હતી. વિપક્ષના સાંસદો દ્વારા અદાણી ગ્રુપ મામલે હિન્ડનબર્ગના રિપોર્ટ પર ચર્ચાની માગણીને લઈને હોબાળો કરવામાં આવ્યો હતો. ત્યારપછી ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. વિપક્ષના સાંસદોએ આ મામલે જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી દ્વારા તપાસ કરવાની માગ બાબતે નારા પણ લગાવ્યા હતાં. લોકસભાની કાર્યવાહી ર વાગ્યા સુધી અને રાજ્યસભાની ર-૩૦ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
આ ઉપરાંત મોંઘવારી, બેરોજગારી, બીબીસી ડોક્યુમેન્ટરી અને ભારત-ચીન સરહદ વિવાદ મામલે પણ વિપક્ષની પાર્ટીઓએ સરકારનો ઘેરાવ કર્યો હતો. સાથે જ સરકારનું કહેવું છે કે વિપક્ષ જે પણ મુદ્દા પર ચર્ચા કરવા માટે છે એના માટે અમે તૈયાર છીએ.
કોંગ્રેસ સાંસદ મનિષ તિવારીએ ચીન મામલે સરહદની સ્થિતિ બાબતે ચર્ચા કરવા માટે પણ લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની નોટીસ આપી છે. રાજ્યસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે સરકાર પર નિશાન સાધ્યું હતું. તમામ પક્ષોના નેતાઓએ સાથે મળીને નિર્ણય લીધો છે કે આર્થિક દૃષ્ટિકોણથી દેશમાં બની રહેલી ઘટનાઓ પર ગૃહમાં ચર્ચા થવી જોઈએ, જેથી અમે નોટીસ આપી હતી. અમે આ નોટીસ પર ચર્ચા ઈચ્છતા હતાં, પરંતુ જ્યારે પણ અમે નોટીસ આપીએ છીએ ત્યારે એને ફગાવી દેવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag