Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિપક્ષના નગરસેવકો દ્વારા
જામનગર તા. ૩ઃ ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ જામનગરમાં ચિકન-મટન શોપ સીલ કરવામાં આવી છે. આ મુદ્દે વિપક્ષના કોર્પોરેટરો દ્વારા કમિશનર સમક્ષ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવતા હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા લાયસન્સ વગર ચાલતી ચિકન-મટનની દુકાનોને સીલ કરવામાં આવી છે.
આ બાબતે ગઈકાલે ચિકનના ધંધાર્થીઓ દ્વારા મહાનગરપાલિકાના વિપક્ષના કોર્પોરેટરોને સાથે મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવાયું હતું અને જણાવ્યું હતું કે, સ્લોટર હાઉસ બનાવવાની જવાબદારી મહાનગર પાલિકાની છે અને તે બનાવી આપવામાં આવે તો ચિકન-મટન શોપધારકો ત્યાં જ શોર્ટીંગ કામગીરી કરશે, ખુલ્લામાં નહીં કરે, પરંતુ મહાનગરપાલિકાને કામ કરવું નથી અને ગરીબોની રોજીરોટી ઉપર લાત મારવી છે, તે યોગ્ય નથી.
આ મુદ્દે કમિશનરને વિસ્તૃત આવેદન સાથે રજૂઆત કરવામાં આવતા કમિશનરે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. આ રજૂઆત સમયે વિક્ષના કોર્પોરેટરો અલ્તાફ ખફી, જેનબબેન ખફી, નુરમામદ પલેજા, કાસમભાઈ જોખિયા, દાઉદભાઈ નોતિયાર, ઉપરાંત દિપુભાઈ પારીયા, અને સાજીદ બ્લોચ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag