Advertisement
Author: નોબત સમાચાર

ઓખાના માથાભારે શખ્સની 'પાસા' હેઠળ કરાઈ અટકાયત

સાબરમતીની મધ્યસ્થ જેલમાં મોકલાયોઃ

જામનગર તા.૧ ઃ ઓખા મંડળના એક માથાભારે શખ્સ સામે એલસીબીએ પાસાની દરખાસ્ત તૈયાર કર્યા પછી આ શખ્સને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળના મારૃતીનગરમાં રહેતા રાજભા ભીખુભા કેર ઉર્ફે રાજુભા નામના શખ્સ સામે કેટલાક ગુન્હાઓ નોંધાયા હતા. આ શખ્સ સામે દ્વારકા એલસીબીના પીઆઈ કે.કે. ગોહિલની સૂચનાથી પીએસઆઈ બી.એમ. દેવમુરારીએ વિગતો એકઠી કરી પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. તેના પર મંજૂરીની મ્હોર લાગતા આ શખ્સની એલસીબીએ અટકાયત કરી તેને સાબરમતી મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh