Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એનએસઈ દ્વારા પણ શેરો વોચલીસ્ટમાં મૂકાયાઃ આજે શેરોમાં ૩૫ ટકાનું ધોવાણઃ હિન્ડનબર્ગ રિસર્ચ ફર્મના અહેવાલ પછી ઝટકે પે ઝટકા
નવી દિલ્હી તા. ૩ઃ ગૌતમ અદાણીની કંપનીઓ માટે હિન્ડનબર્ગ રિસર્ચનો અહેવાલ મુશ્કેલીઓની શ્રૃંખલા લઈને આવ્યો હોય તેમ ઘરઆંગણે આંચકાઓ લાગ્યા પછી હવે આંતરરાષ્ટ્રીય ઝટકો લાગ્યો છે અને અદાણી ગ્રુપને ડાઉજોન્સના ઈન્ડેક્ષમાંથી બહાર કાઢવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે, તેમ ફોર્બ્સના લીસ્ટમાં બહાર થવા ઉપરાંત અબજોપતિના ટી-૨૦ની પણ બહાર ફેંકાયા છે.
હિન્ડેનબર્ગ રિસર્ચ ફર્મનો અહેવાલ અદાણી ગ્રુપ માટે એક પછી એક મુશ્કેલી સર્જી રહ્યો છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને હવે વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. એનએસઈ તરફથી અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી પોર્ટસના શેરોને વોચ લિસ્ટમાં મૂક્યા પછી અદાણી એન્ટરપ્રાઈઝિસના સ્ટોકને હવે ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઈન્ડેક્સમાંથી બહાર કાઢવામાં આવ્યો હોવાના અહેવાલો આવી રહ્યા છે. ૭ ફેબ્રુઆરીથી આ પ્રક્રિયા શરૃ થશે. આ માહિતી યુએસ માર્કેટ દ્વારા આપવામાં આવી છે.
અમેરિકી સ્ટોક એક્સચેન્જે એસએન્ડપી ડાઉજોન્સ સસ્ટેનેબિલિટી ઈન્ડેક્સમાંથી અદાણી એન્ટરપ્રાઈઝને દૂર કરવાની જાહેરાત કરી હતી. તેના પર સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટીંગ ફ્રોડના આરોપો લાગ્યા છે. ઈન્ડેક્સની જાહેરાત જણાવે છે કે, એસએન્ડપી ડાઉ જોન્સ ઈન્ડેક્સ મંગળવાર, ફેબ્રુઆરી ૭, ર૦ર૩ ના ખુલતા પહેલા ફેરફારોને અસરકારક બનાવશે.
હિન્ડનબર્ગના રિપોર્ટ પછી અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા છ સત્રોમાં, એનએસઈ પર અદાણી એન્ટરપ્રાઈઝના શેરની કિંમત ૩,૪૪ર થી પપ ટકા ઘટીને ૧,પ૬પ સ્તરે પહોંચી ગઈ છે.
આરબીઆઈએ તમામ બેંકો પાસેથી અદાણી એન્ટરપ્રાઈઝને આપવામાં આવેલી લોન અંગે માહિતી માંગી છે. તે જ સમયે અદાણી ગ્રુપે રૃા. ર૦,૦૦૦ કરોડના સંપૂર્ણ સબ્સ્ક્રાઈબ્ડ એફપીઓ રદ્ કરવાની અને રોકાણકારોને નાણા પરત કરવાની વાત કરી છે. હવે અમેરિકન શેરબજારને પણ ઝટકો લાગ્યો છે.
એક સમયે એવો હતો જ્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, ગૌતમ અદાણી વિશ્વના અમીરોની યાદીમાં પ્રથમ સ્થાને પહોંચી શકે છે. આ સમયે સ્થિતિ એ છે કે ગૌતમ અદાણી ટોચના ૧૦ મા ક્યાંય નથી અને અમીરોની યાદીમાં ટોપ ર૦ ની બહાર ફેંકાઈ ગયા છે.
અમેરિકાની શોર્ટ સેલિંગ ફર્મ હિન્ડનબર્ગ રિસર્ચે ગૌતમ અદાણીને મોટો ઝટકો આપ્યો છે. અદાણીએ ગયા વર્ષે ૪૪ બિલિયન ડોલરની કમાણી કરી હતી, પરંતુ છેલ્લા પાંચ દિવસમાં તેનાથી વધુનું નુક્સાન થયું છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર અદાણીએ આ વર્ષે અત્યાર સુધીમાં ૪૮.પ બિલિયન ડોલર (આશરે રૃા. ૩૯,૬૧,૭ર,૪૯,રપ,૦૦૦) નેટવર્થ ગુમાવ્યું છે. ભૂતકાળમાં અદાણી ગ્રુપના તમામ દશ શેરોમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. આ કારણે અદાણીને એક જ દિવસમાં ૧ર.પ બિલિયન ડોલરનો ફટકો પડ્યો અને તેમની નેટવર્થ ઘટીને ૭ર.૧ બિલિયન ડોલર થઈ ગઈ. વિશ્વના અમીરોની યાદીમાં તે સતત નીચે સરકી રહ્યો છે.
આ સાથે એશિયામાં પણ તેમનું સામ્રાજ્ય છીનવાઈ ગયું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાના સૌથી મોટા અબજોપતિ બની ગયા છે. અમેરિકન ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ અને શોર્ટ સેલર હિન્ડનબર્ગના રિપોર્ટ પછી અદાણી ગ્રુપના ઘણા શેર ૬૦ ટકા તૂટ્યા છે. આ કારણોસર ગૌતમ અદાણી બ્લુમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સના ટોચના ૧૦ અબજપતિઓની યાદીમાં સીધા ર૧ મા નંબરે પહોંચી ગયા છે.
આ વર્ષ એટલે કે ર૦ર૩ માં તો ગૌતમ અદાણીની સંપત્તિ પ૯.ર બિલિયન ડોલર ઘટીને ૬૧.૩ બિલિયન ડોલર થઈ ગઈ છે. અદાણીને માત્ર એક સપ્તાહમાં જ પર બિલિયન ડોલરનો મોટો આંચકો લાગ્યો છે. ગયા વર્ષની વાત કરીએતો વિશ્વના ટોચના ૧૦ અમીરોની યાદીમાં માત્ર બે ભારતીયોની સંપત્તિમાં વધારો થયો હતો. જેમાં ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીનો સમાવેશ થાય છે. અદાણી કમાણીના મામલામાં નંબર વન હતાં.
એલોન મસ્ક અને જોફ બેઝોસ સહિત અમેરિકન અબજોપતિઓ માટે વર્ષ ર૦રર સારૃ સાબિત થયું નથી, જો કે હવે તેમના માટે સારા દિવસો શરૃ થયા છે અને ગૌતમ અદાણીના ખરાબ દિવસો ચાલી રહ્યા છે. વર્ષ ર૦ર૩ ની વાત કરીએ તો ઈલોન મસ્ક અત્યાર સુધીમાં ૩૬.પ બિલિયન ડોલરની કમાણી કરી ચૂક્યા છે. કમાણીની બાબતમાં નંબર વન. બર્નાર્ડ આર્નોલ્ટે તેમની નેટવર્થમાં ૩૦.૭ બિલિયન ડોલર અને જેફ બેઝોસે ર૯.૩ બિલિયન ડોલરનો વધારો કર્યો છે. માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં પણ છેલ્લા એક મહિનામાં ર૪.૧ અબજો ડોલરનો વધારો થયો છે.
બર્નાર્ડ આર્નોલ્ટ હવે અમીરોની યાદીમાં નંબર વન પર પહોંચી ગયા છે, જો કે ર્ફાર્બ્સની યાદીમાં નેટવર્થના સંદર્ભમાં ગૌતમ અંબાણીને ૧૭ મા સ્થાને દર્શાવવામાં આવ્યા છે. આ યાદી અનુસાર ગૌતમ અદાણીની નેટવર્થ ૬૪.ર બિલિયન ડોલર જણાવવામાં આવી છે. અહીં ગૌતમ અદાણી ગ્રુપે તેની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસનો ર૦,૦૦૦ કરોડ રૃપિયાનો એફપીઓ પણ પાછો ખેંચી લીધો છે. અદાણીએ પોતે એક નિવેદન જારી કરીને રોકાણકારોને જુથમાં વિશ્વાસ રાખવા અપીલ કરી છે.
આ દરમિયાન અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં આજે સવારે ૩૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. એક શેરની કિંમત ૧૦૦૦ રૃપિયાની નજીક પહોંચી ગઈ છે. રિપોર્ટ આવતા પહેલા શેરનો ભાવ ૩પ૦૦ રૃપિયાની નજીક હતો. આ પ્રકારે કંપનીના શેર ૯ દિવસમાં ૭૦ ટકા ઘટી ગયા છે. અમેરિકાના સ્ટોક એક્સચેન્જ ડાઉ જોન્સે પણ અદાણી એન્ટરપ્રાઈઝિસને સસ્ટેનબિલિટી ઈન્ડેક્સથી બહાર કરી દીધી છે.
બાંગ્લાદેશ સરકારે અદાણી ગ્રુપ સાથે એનર્જી સેક્ટરમાં ડીલમાં સંશોધનની માગ કરી છે. બાંગ્લાદેશ સરકારના જણાવ્યા પ્રમાણે વીજળીની કિંમત વધારે છે. એને ઘટાડવી જોઈએ. બીજી બાજુ કોંગ્રેસે ૬ ફેબ્રુઆરીએ દેશવ્યાપી પ્રદર્શન કરવાનું એલાન કર્યું છે.
બાંગ્લાદેશે અદાણી પાવર લિમિટેડ સાથે ૨૦૧૭મા વીજળી ખરીદી માટે સોદો કર્યો હતો. બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડે ગુરૃવારે અદાણી પાવરને ચિઠ્ઠી લખી છે. જેમાં વીજળી ખરીદીની કિંમતમાં ફેરફાર કરવાની માંગ કરી છે. બીપીડીસીના જણાવ્યા પ્રમાણે તેમને મોંઘી વીજળી મળી રહી છે. બીપીડીસીએ નવેમ્બર ૨૦૧૭મા ૨૫ વર્ષ માટે ૧૪૯૬ મેગાવોટ વીજળીના પુરવઠા માટે અદાણી પાવર સાથે ડીલ કરી હતી.
એનએસઈ એ અદાણી ગ્રુપના ત્રણ શેરને શોર્ટટર્મ માટે એડિશનલ સર્વિલન્સ મેજર્સ (એએસએમ) લિસ્ટમાં સામેલ કરી લીધું છે. એમાં અદાણી પોર્ટ, અદાણી એન્ટરપ્રાઈઝ અને અંબુજા સિમેન્ટ પણ સામેલ છે. એએસએમ સર્વિલન્સની એક રીત છે, જેના દ્વારા માર્કેટના રેગ્યુલેટર સેબી અને માર્કેટ એકસચેન્જ બીએસઈ, એનએસઈ તેના ઉપર નજર રાખે છે, જેનું લક્ષ્ય રોકાણકારોના હિતોની રક્ષા કરવાનું હોય છે. કોઈ શેરમાં ઉતાર ચઢાવ થવાથી તેને એનએસઈમાં મૂકી દેવામાં આવે છે.
હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા પછી અદાણી ગ્રુપનો માર્કેટ કેપ ૮.૮૩ લાખ કરોડ પછડાયો છે. ત્યાં જ ગુરૃવારે ફોર્બ્સ રિયલ ટાઈમ લિસ્ટમાં અદાણી ૧૭ માં સ્થાને આવી ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag