Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધાર્મિક લાગણી દુભાવનાર શખ્સ સામે રજૂઆતઃ
ખંભાળિયા તા.૩ ઃ ખંભાળિયામાં વિશ્વ હિન્દુ ૫રિષદ દ્વારા ગઈકાલે પોલીસ સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ટીવીના ડીબેટ કાર્યક્રમમાં હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવી કરાયેલી ટિપ્પણી અંગે વિરોધ પ્રદર્શિત કરાયો હતો.
તાજેતરમાં એક ટીવી ચેનલના ડીબેટ કાર્યક્રમમાં મૌલાના મહંમદ સાજીદ રસીદી દ્વારા હિન્દુ ધર્મના આસ્થાના પ્રતિક એવા દ્વાદશ જયોતિર્લિંગમાં સૌપ્રથમ એવા સોમનાથ જયોતિર્લિંગના સંદર્ભમાં હિન્દુઓની લાગણી દુભાય તે રીતે અભદ્ર ટિપ્પણીઓ કરતા ગઈકાલે વીએચપી દ્વારા ઉગ્ર વિરોધ સાથે ખંભાળિયા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી.
ખંભાળિયામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કિરણબેન સરપદડીયા, જિલ્લા ઉપપ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી, કોષાધ્યક્ષ ..., તાલુકા મંત્રી મિલન વાટીયા, પપ્પુભાઈ જોષી, વિજયભાઈ કટારીયા, અગ્રણી બ્રહ્મ મહિલા એડવોકેટ ફાલ્ગુનીબેન વ્યાસ, સૌરાષ્ટ્ર પ્રાંત ધર્માચાર્ય, સંપર્ક પ્રમુખ પ્રવીણચંદ્ર કંચવા વગેરે જોડાયા હતા તથા જયોતિર્લિંગ, હિન્દુ ધર્મ વિરોધી ભડકાઉ ભાષણ તથા અભદ્ર ટિપ્પણી અંગે સજાની માંગ પણ કરવામાં આવી હતી તથા ઉગ્ર વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag