Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાલી ભરેલા પંદર બાટલા ઝબ્બે લેતી એસઓજીઃ
જામનગર તા.૩ ઃ જામનગરના બેડેશ્વરમાં ગઈકાલે એસઓજીએ દરોડો પાડી બે શખ્સને રાંધણગેસના બાટલામાંથી ગેરકાયદે રીફીલીંગ કરતા પકડી પાડ્યા છે. સ્થળ પરથી રાંધણગેસના સીલ પેક તથા સીલ તૂટેલા પંદર બાટલા તેમજ અન્ય સામાન્ય કબજે કરવામાં આવ્યો છે. બંને શખ્સ ઈન્ડેન કંપનીના બાટલાના ડિલિવરીમેન હોવાનું ખૂલ્યું છે.
જામનગરના બેડીમાં આવેલા જૂના બંદર રોડ પર બે શખ્સ રાંધણગેસના બાટલામાંથી ગેરકાયદે રીફીલીંગ કરતા હોવાની બાતમી પરથી ગઈકાલે સવારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફે ચકાસણી કરી હતી.
ત્યાં આવેલા એક સર્વિસ સ્ટેશન પાસે ઈન્ડેન કંપનીના બાટલામાંથી સાગર કાનજીભાઈ પરમાર અને હુસેન નુરમામદ સુંભણિયા ઉર્ફે બોદુ નામના બે શખ્સ ખાલી બાટલામાં રીફીલીંગ કરતા જોવા મળ્યા હતા. એસઓજીએ સ્થળ પરથી છ ભરેલા બાટલા, નવ સીલ તૂટેલા બાટલા તેમજ રીફીલીંગ માટે રાખવામાં આવેલી બે નીપલ, વજન કાંટો તેમજ જીજે-૧૦-વી ૩૨૪૩ નંબરના છકડા સહિત રૃા.૯૫,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
આ બંને શખ્સો સામે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૨૮૫, ૧૧૪ હેઠળ ગુન્હાની નોંધ કરાવાઈ છે. વધુમાં જાણવા મળ્યા મુજબ આરોપી સાગર નાગેશ્વરમાં રહે છે અને ઈન્ડેન ગેસના સિલિન્ડરની ડિલિવરીનું કામ કરે છે. જ્યારે બીજો આરોપી માધાપર-ભુંગામાં વસવાટ કરવા ઉપરાંત તે પણ બાટલાનો ડિલિવરીમેન છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag