Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર રિજિયન પેસેન્જર એસો.ની રજૂઆત
જામનગર તા. ૩ઃ રેલવે ટ્રેકની ડબલીંગની કામગીરી માટે બ્લોક લેવામાં આવવનાર છે. આથી રેલ સેવાને વિપરિત અસર થશે, જ્યારે રદ્ કરવામાં આવનાર ઓખા-ભાવનગર ટ્રેન રાજકોટ, જેતલસર, ઢસા માર્ગે ચલાવાવી જોઈએ તેવી માંગ ઊઠવા પામી છે.
સુરેન્દ્રનગર-ાજકોટ વચ્ચે રેલવે દ્વારા ડબલ ટ્રક (દોહરીકરણ) કામગીરી ચાલી રહી છે. આથી ઓખા-ભાવનગર-ઓખા ટ્રેન દસ દિવસ માટે રદ્ કરવામાં આવી છે. રેલવે મેનેજમેન્ટ પડકાર ઝીલવા અસમર્થ છે, તેમ લાગે છે. હાલ સામાજિક પ્રસંગે, લગ્નગાળો પૂરબહારમાં છે. જામનગર, રાજકોટ તબીબી તપાસ માટે જનારાઓની સંખ્યા ખૂબ મોટી છે. રેલવે સિટીઝન ચાર્ટરના દાવા કરે છે, પરંતુ પણ વાસ્તવમાં ક્યાંય નથી. જનસંપર્ક જેવું ક્યાં દેખાતું નથી. જેતસર-ઢસા મીટર ગેજમાંથી બોડગ્રેજમાં રૃપાંતર થઈ ચૂક્યું છે અને ભાવનગર-જેતલસર વચ્ચે દૈનિક ટ્રેનો દોડે છે. ઓખા-ભાવનગર વચ્ચનો એ મીટર ગેજ રૃટ પણ જુનો છે. એ માર્ગે ફરી ગાડી દોડાવવી જોઈએ.
હાલ ડબલીંગની કામગીરીને કારણે દસ દિવસ સુધી ઓખા-ભાવનગર ટ્રેન બંધ રાખવામાં આવનાર છે. હકીકતે ઓખા-ભાવનગર વાયા રાજકોટ જેતલસર-ઢસા માર્ગે ટ્રેન દોડાવીને દસ દિવસ ટેરેન સેવા ચાલુ રાખી શકાય તેમ છે. જેથી મુસાફરોને સુવિધા અને રેલવેને આવક મળી રહેશે. ૧૯૬પ અને ૧૯૭૧ માં યુદ્ધ વખતે પણ આ રૃટ ઉપર ટ્રેન સેવા બંધ કરવામાં આવી ન હતી.
અગાઉ સિનિયર ડીસીએમ સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ તંત્રએ ધ્યાન આપ્યું નહીં.
ઓખા-ભાવનગર ટ્રેન બંધ કરવાના બદલે રાજકોટ, જેતલસર, ઢસા માર્ગે ટ્રેન દોડાવી ડબલ એન્જિનની સરકારનો પરિચય આપવો જોઈએ તેમ જામનગર રિજિયન પેસેન્જર એસોસિએશનના માનદ્મંત્રી ચંદ્રવદનભાઈ પંડ્યાએ માંગણી કરતા જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag