Advertisement
Author: નોબત સમાચાર

હવાઈચોકમાં રાત્રે ફોજદારે લાકડીના ઘા કરતા વેપારીઓમાં રોષ

સવારથી દુકાનો બંધ રખાઈઃ વેપારી મહામંડળ તથા કોર્પોરેટરની મધ્યસ્થિ પછી મામલો થાળે પડ્યોઃ

જામનગર તા.૩ ઃ જામનગરના સતત ધમધમતા હવાઈચોક વિસ્તારમાં ગઈરાત્રે ધસી આવેલી પોલીસની એક જીપમાંથી ઉતરેલા પીએસઆઈએ વિના કારણે દંડાવાળી કરતા ત્યાં શાંતિથી ચા-નાસ્તો કરતા નાગરિકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ બાબતનો ઉગ્ર વિરોધ કરી વેપારીઓએ આજ સવારથી દુકાનો બંધ રાખી હતી. વેપારી મહામંડળે ટેકો જાહેર કર્યા પછી પીઆઈએ પોલીસના આવા વર્તનનું પુનરાવર્તન નહીં થાય તેવી ખાતરી આપતા દુકાનો ખોલવામાં આવી છે.

જામનગરના હવાઈચોક વિસ્તારમાં ગઈરાત્રે કેટલાક નાગરિકો શાંતિથી ચા-નાસ્તો વગેરે કરી રહ્યા હતા ત્યારે જ સાડા અગિયારેક વાગ્યે પોલીસની એક જીપ ધસી આવી હતી. તે જીપમાંથી ઉતરેલા ફોજદાર વસંતલાલ ગામેતીએ કોઈ જ કારણ વગર ત્યાં હાજર લોકો પર લાકડીઓના છૂટા ઘા શરૃ કર્યા હતા. જેના પગલે નાગરિકોમાં નાસભાગ મચી હતી અને વેપારીઓએ ટપોટપ પોતાની દુકાનો બંધ કરી દીધી હતી.

રાત્રિના માત્ર સાડા અગિયાર વાગ્યામાં પોલીસે આ રીતે દબંગાઈ કરી ખાખી વર્દીનો રૌફ જમાવતા લોકરોષ ચરમસીમાએ પહોંચ્યો હતો. આજ સવારથી જ તળાવની પાળના ઢાળીયાવાળા રોડ પર આવેલી દુકાનો તેમજ હવાઈ ચોકમાં આવેલી દુકાનો વેપારીઓએ રોષપૂર્ણ રીતે  બંધ રાખતા દોડધામ મચી હતી. વેપારીઓએ પોત પોતાની દુકાનો પાસે ઉભા રહી પોલીસના આ વર્તનનો ઉગ્ર વિરોધ કર્યાે હતો.

આ બાબતની જાણ થતાં જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્ના તથા અન્ય આગેવાનો પણ આવી પહોંચ્યા હતા. તેઓએ સમગ્ર મામલાની જાણકારી મેળવ્યા પછી વેપારીઓને ટેકો જાહેર કર્યાે હતો. જામ્યુકોના વિરોક્ષ પક્ષના નેતા અને નગરસેવક ધવલ નંદા પણ સ્થળ પર આવ્યા હતા. એક તબક્કે જિલ્લા પોલીસવડા તથા કલેકટરને આવેદન પાઠવવાની પણ તૈયારીઓ કરાઈ હતી.

આ બાબતની જાણકારી મળતા સિટી-એ ડિવિઝનના પીઆઈ એમ.બી. ગજ્જરે વેપારીઓ સાથે વાતચીત કર્યા પછી પોલીસ વેપારીઓ સાથે આ પ્રકારનું વર્તન ન કરે અને પોલીસની કામગીરીમાં વેપારીઓ સહયોગ આપે તેવી વાતચીત પછી આ વિસ્તારની દુકાનો ખોલવામાં આવી હતી.

તે પછી જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને મળવા પહોંચેલા આગેવાનોએ રજૂઆત કરતા એસપીએ પોલીસનું આવું વર્તન પુનઃ નહીં થાય તેવી ખાતરી આપી વેપારીઓને પણ રાત્રે સવા બાર વાગ્યા સુધીમાં પોતાની દુકાન વધાવી લેવા ચર્ચા કરતા વેપારીઓ સહમત થયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh