Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે બોટલ તથા મોટર મળી રૃપિયા છ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝબ્બે લીધોઃ
જામનગર તા.૩ ઃ જામનગરના ચંદ્રગઢ ગામમાં અંગ્રેજી શરાબનો જથ્થો ભરીને આવેલી એક મોટરને પંચકોશી-બી ડિવિઝન પોલીસે પકડી પાડી છે. તે મોટરમાંથી ૪૩૨ બોટલ સાંપડી છે. દરોડા પહેલા મોટરચાલક નાસી ગયો હતો. રૃા.૬ લાખ ૧૬ હજારનો મુદ્દામાલ કબજે કરી તપાસનો ધમધમાટ શરૃ કર્યાે છે.
જામનગર તાલુકાના ચંદ્રગઢ ગામમાં એક મોટરમાં અંગ્રેજી શરાબની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી પંચકોશી-બી ડિવિઝનના હે.કો. હરદેવસિંહ, સુમિત શિયાર, મહાવીરસિંહને મળતા પીએસઆઈ એમ.એ. મોરીને વાકેફ કરાયા પછી પોલીસ કાફલાએ ચંદ્રગઢ ગામમાં દરોડો પાડ્યો હતો.
ત્યાંથી જીજે-૬-એએક્સ ૪૭૭૪ નંબરની સ્વીફ્ટ ડિઝાયર મોટર મળી આવી હતી. ડ્રાઈવર વગરની આ મોટરની તલાશી લેવાતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ત્રણ બ્રાંડની ૪૩૨ બોટલ ભરેલી ૩૬ પેટીઓ મળી આવી હતી.
અંદાજે રૃા.૨ લાખ ૧૬ હજારની કિંમતનો શરાબનો જથ્થો, રૃા.૪ લાખની મોટર મળી કુલ રૃા.૬,૧૬,૦૦૦નો મુદ્દામાલ સ્થળ પરથી કબજે કરી હે.કો. ધર્મેન્દ્રસિંહ ઝાલાએ ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. પોલીસે મોટરના ચાલક, માલિક તેમજ આ જથ્થો મંગાવનાર અને મોકલનાર શખ્સોના સગડ દબાવ્યા છે. આ કાર્યવાહીમાં સ્ટાફના નિર્મળસિંહ બી. જાડેજા, ખીમાભાઈ જોગલ વગેરે સાથે રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag