Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩ઃ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ યોજના અંતર્ગત ઊંચાઈના આધારે અંડર- ૧૪ વયજૂથના ખેલાડીઓ એટલે કે તા. ૦૧/૦૧/૨૦૧૦ પછી જન્મેલા ભાઈઓ અને બહેનો માટે શહેર અને ગ્રામ્ય કક્ષાની પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ હાઈટ હન્ટ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે આ તમામ માપદંડો ધ્યાનમાં લેવામાં આવશે.
જે મુજબ, ઉંમર ૧૧ વર્ષ વયજૂથમાં સમાવિષ્ટ ભાઈઓ માટે ૧૬૦+ સે.મી. ઊંચાઈ અને બહેનો માટે ૧૫૫+ સે.મી. ઊંચાઈ રહેશે. ઉંમર ૧૨ વર્ષ વયજૂથમાં સમાવિષ્ટ ભાઈઓ માટે ૧૬૮+ સે.મી. ઊંચાઈ અને બહેનો માટે ૧૬૩+ સે.મી. ઊંચાઈ રહેશે. ઉંમર ૧૩ વર્ષ વયજૂથમાં સમાવિષ્ટ ભાઈઓ માટે ૧૭૩+ સે.મી. ઊંચાઈ અને બહેનો માટે ૧૬૬+ સે.મી. ઊંચાઈ રહેશે. તેમજ ઉંમર ૧૪ વર્ષ વયજૂથમાં સમાવિષ્ટ ભાઈઓ માટે ૧૭૯+ સે.મી. ઊંચાઈ અને બહેનો માટે ૧૭૧+ સે.મી. ઊંચાઈ ધ્યાનમાં લેવામાં આવશે.
ઉપરોક્ત માપદંડ મુજબની ઊંચાઈ ધરાવતા ભાઈઓ અને બહેનો માટે પ્રતિયોગિતા આગામી તા.૬ ફેબ્રુઆરીના અજિતસિંહજી ક્રિકેટ પેવેલિયન, જિલ્લા પંચાયત સામે, જામનગરમાં સવારે ૧૦ કલાકે યોજાશે. આ પ્રતિયોગિતા માટે કન્વીનર સતીશભાઈ પારેખ, મો. ૯૪૨૮૪ ૮૩૫૮૧ અને ધાર્મિકભાઈ ગોસ્વામી, મો. નંબર ૮૧૫૩૯ ૮૯૮૦૪ સેવા આપશે. તેમજ ગ્રામ્ય કક્ષાની પ્રતિયોગિતા બી.બી. એન્ડ પી.બી. હિરપરા કન્યા વિદ્યાલય, તા. કાલાવડ, જામનગરમાં સવારે ૧૦ કલાકે યોજાશે. આ પ્રતિયોગિતા માટે કન્વીનર મૌલિકાબેન ગોહેલ, મો. ૯૨૬૫૯ ૫૧૦૯૮ અને શ્રી ક્રિશ્નલ પરમાર, મો. ૮૩૨૦૦ ૨૮૪૩૪ સેવા આપશે.
ઉપરોક્ત બંને સ્થળોએ આગામી તા. ૬ ફેબ્રુઆરીના જન્મ તારીખ અને રહેઠાણના પુરાવા સાથે સ્વ-ખર્ચે ઉપસ્થિત રહેવા માટે ઉમેદવારોને જણાવવામાં આવે છે. આ અંગે વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જામનગરનો સંપર્ક કરી શકાશે, તેમ જામનગર જિલ્લા રમત વિકાસ અધિકારી રમા કે. મદ્રાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag