Advertisement
Author: નોબત સમાચાર

ટાઉનહોલ અને મનપામાં ઈ-શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરાવી શકાશેઃ બેઠક યોજાઈ

શ્રમિકો, ખેતમજુરો, ફેરિયાઓ, સ્વસહાય જૂથ, સફાઈકર્મીઓ વગેરે દ્વારા

જામનગર તા. ૩ઃ જામનગર માં ઈ-શ્રમ રજીસ્ટ્રેશન લક્ષ્યાંક પૂર્ણ કરવા કમિશનર ની અધ્યક્ષતામાં ખાસ રીવ્યુ મીટીંગ યોજાઇ હતી જેમાં જાહેર થયા મુજબ ઈ-શ્રમ કાર્ડનું રજીસ્ટ્રેશન શ્રમિકો, ખેતમજૂરો, ફેરિયાઓ, સ્વસહાય જૂથના બહેનો, સફાઈ કર્મચારીઓ જામ્યુકોના મુખ્ય પ્રવેશ દ્વાર અને  ટાઉનહોલ સંકુલમાં કરાવી શકશે.

ગુજરાત સરકાર દ્વારા સરકારશ્રીની અલગ અલગ યોજનાઓનો લાભ જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવા માટે ૧૦૦ દિવસનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે, જેમાં જામનગર જિલ્લાને ઈ - શ્રમ  કાર્ડ રજીસ્ટ્રેશન માટે ૯૧૯૬૨ નો લક્ષ્યાંક આપેલ  છે  જે અન્વયે  જામનગર  શહેરમાં આ કામગીરી અસરકારક અને સમયસર  પૂર્ણ કરી શકાય તે માટે જામનગર મહાનગર પાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડી સાહેબની અધ્યક્ષતામાં તા. ૧/ ૨/૨૩ ના મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં સાંજે ૪ઃ૦૦ વાગ્યે એક ખાસ રીવ્યુ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં લેબર ઓફિસર ડી. ડી. રામી , બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નિરીક્ષકશ્રી ગઢવી સાહેબ, કોમન સર્વિસ સેન્ટરના જિલ્લા મેનેજરશ્રી નિકુંજભાઈ અને જામનગર મહાનગર પાલિકાની જુદી જુદી શાખાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  જેમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા અસંગઠિત કામદારો ને ઓળખના પુરાવા તરીકે યુનિક નંબર સાથે ઈ- શ્રમ  કાર્ડ રજીસ્ટ્રેશન  માટે તાત્કાલિક  ધોરણે જામનગર મહાનગર પાલિકાના મુખ્ય પ્રવેશદ્વાર  પાસે તથા ટાઉનહોલ  મા આધાર કાર્ડ  સેન્ટર  ની સાથે ઈ-શ્રમ  રજીસ્ટ્રેશન  પણ શરૂ  કરવા માટે યૂસીડીના  ઈ.ચા. પ્રોજેકટ ઓફિસરને કમિશનરએ સૂચના  આપેલ  છે જે અન્વયે  સિવિલ  શાખા અને સીએસસીના સહયોગથી  તા-૨/૨/૨૩ થી ઈ-શ્રમ  રજીસ્ટ્રેશન ડેસ્ક  શરૂ  થનાર  છે અને  આગામી સમયમાં સિવિક  સેન્ટરસ  પર પણ ઈ-શ્રમ  રજીસ્ટ્રેશન  શરૂ કરવાનુ આયોજન  હોય આથી સમગ્ર શહેરમાં ઈ- શ્રમ કાર્ડ ઘર ઘર સુધી શ્રમિકોને પહોંચી શકે તે રીતે એક્શન પ્લાન  બનાવવા અંગેની  વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ યોજનામાં ઉંમર વર્ષ ૧૬ થી ૬૦ વર્ષ સુધીની હોય અને જે લોકો આવકવેરા પાત્ર આવક ના ધરાવતા હોય  તેમ જ જેમને પી.એફ. નો લાભ મળવા પાત્ર ના હોય તેવા તમામ શહેરના બાંધકામ શ્રમિકો, ખેતમજૂરો, હંગામી  ધોરણે ફરજ પરના સફાઈ કર્મચારીઓ, શહેરી શેરી ફેરીયાઓ, ઘરકામ  કરતા બહેનો, સ્વ સહાય જૂથના બહેનો  ઈ- શ્રમ  કાર્ડ  ની નોંધણી કરાવી શકે છે  જેમાં શ્રમિકોએ આધાર કાર્ડ મોબાઈલ નંબર બેન્ક પાસબુક સહિતના ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે.

આ ઈ-શ્રમ  કાર્ડ  રજીસ્ટ્રેશનથી  કાર્ડ  ધારક ના આકસ્મિક  મૃત્યુ  કે કાયમી  અપંગતાના કિસ્સામાં રૂ. ૨ લાખની સહાય  અને આંશિક  અપંગતાના કિસ્સામા રૂ.૧  લાખ  સુધીની  સહાય મળી શકે છે તેમ આ મીટિંગમાં ઉપસ્થિત શ્રમ અને રોજગાર  વિભાગ ના ઓફિસર ડી.ડી. રામીએ જણાવેલ  હોય  આ ઈ-શ્રમ  યોજનાનો વઘુ  મા વધુ  લોકો લાભ  લે એવી નમ્ર  અપીલ કમિશનર વિજયકુમાર ખરાડી  દ્વારા  કરવામાં  આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh