Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટર પર કોલસાની ભૂક્કી મોત બની ઠલવાઈ ગઈઃ
. ......
જામનગર તા.૩: જામનગરનો એક વિપ્ર પરિવાર રાજકોટથી સાસુ-સસરા સાથે નડિયાદ લગ્નમાં જવા મોટરમાં રવાના થયા પછી ગઈકાલે સવારે સાયલાના વણકી ગામ પાસે કોલસા ભરેલા ટ્રકમાંથી કોલસાનો જથ્થો તેઓની મોટર પર ઠલવાઈ જતાં સર્જાયેલા અકસ્માતમાં સસરા-જમાઈના મૃત્યુ નિપજ્યા છે. અન્ય ત્રણને ઈજા થઈ છે. આ અકસ્માતે અરેરાટી પ્રસરાવી દીધી છે.
રાજકોટ મહાનગર પાલિકામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા હિતેશભાઈ ભાનુશાળી દવે તથા તેમના પત્ની વનીતાબેન તેમજ જામનગરથી હિતેશભાઈના પરિણીત પુત્રી શ્રુતિબેન, જમાઈ ચિરાગ અશોકભાઈ પંડયા અને ભાણેજ ધ્યેય બુધવારે રાજકોટથી હિતેશભાઈની મોટરમાં એક લગ્નમાં ભાગ લેવા માટે નડિયાદ જવા રવાના થયા હતા.
આ મોટર જ્યારે રાજકોટ-અમદાવાદ ધોરીમાર્ગ પર સાયલા ચોકડી પાસે પહોંચી ત્યારે નજીકમાં આવેલા વણકી ગામ પાસે આગળ જતું એક ટેઈલર કોઈ રીતે તેની કેબીનથી છૂટું પડ્યા પછી ઠાઠામાં ભરેલી કોલસાની ભૂક્કી નજીકમાં દોડી આવતી હિતેશભાઈની મોટર પર ઠલવાઈ ગઈ હતી.
પાણીના રેલાની માફક કોલસીનો ભૂક્કો મોટર પર ઠલવાતા સર્જાયેલા અકસ્માતમાં મોટર ચલાવી રહેલા હિતેશભાઈ તથા આગળ બેસેલા તેમના જમાઈ ચિરાગભાઈના ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યા છે. અકસ્માતના સ્થળેથી બાકીના ત્રણ ઈજાગ્રસ્તને સારવાર માટે સાયલા દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને પગલે જામનગર તથા રાજકોટના વિપ્ર પરિવારોમાં શોકની લાગણી પ્રસરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag