Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં જ લાગુ પડશેઃ
અમદાવાદ તા. ૩ઃ અમૂલ દૂધમાં આજથી જ એક લીટરે ત્રણ રૃપિયા સુધીનો તોતિંગ વધારો થયો છે, જો કે ગુજરાતમાં લાગુ નહીં પડે.
અમૂલ દ્વારા દૂધના ભાવમાં ફરી એકવાર વધારો કરાયો છે. બજેટ પછી તરત જ જનતાને મોંઘવારીનો મોટો ઝટકો મળ્યો છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિલિટર ૩ રૃપિયાનો વધારો કર્યો છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશને એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પ્રતિલિટર દૂધના ભાવમાં ૩ રૃપિયાનો વધારો કર્યો છે. નવાઈની વાત એ છે કે અમૂલે રે ફેબ્રુઆરીની રાત્રે જ આ જાહેરાત કરી અને આજે એટલે કે ૩ ફેબ્રુઆરીથી જ ભાવ વધારો લાગુ કરી દીધો છે.
જો કે, આ ભાવ વધારો ગુજરાતમાં લાગુ નહીં પડે પણ બીજા રાજ્યોમાં અને ખાસ કરીને દિલ્હી, મુંબઈ, પૂના જેવા મોટા શહેરોમાં લાગુ પડશે તેમ અમૂલના એમ.ડી. જયંત મહેતાએ જણાવ્યું હતું.
આજથી લાગુ કરાયેલા ભાવ વધારા પછી લોકોને અમૂલ ગોલ્ડ ૬૬ રૃપિયા લિટરના ભાવે મળશે. અત્યાર સુધી ગોલ્ડનો ભાવ ૬૩ રૃપિયા લીટર હતો. કારમી મોંઘવારીમાં પીસાતી જનતાને કઈ જ રાહત મળી રહી નથી. એક તરફ જનતા કારમી મોંઘવારી સામે ત્રાહિમામ્ પોકારી રહી છે, ત્યારે દૂધની કિંમતમાં તોતિંગ ભાવ વધારાથી જનતા પર વધુ એક બોજો પડ્યો છે.
અમૂલે દહીં અને અન્ય પ્રોડક્ટના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. વધેલી કિંમતો ૩ ફેબ્રુઆરીથી લાગુ થઈ ગઈ છે. અગાઉ ઓક્ટોબર ર૦રર માં અમૂલે દૂધના ભાવમાં પ્રતિલિટર ર રૃપિયાનો વધારો કર્યો હતો. અમૂલ ઉપરાંત મધર ડેરીએ પણ દૂધ અને દૂધની પ્રોડક્ટના ભાવમાં વધારો કર્યો છે.
મોદી-શાહ દૂધ નહીં પીતા હોય પણ બાળકો માટે તો જરૃરીઃ અધીર રંજન ચૌધરી
કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ સંસદમાં કહ્યું કે જો અમૂલ દૂધના ભાવમાં આ રીતે વધારો ઝીંકાતો રહેશે તો સૌથી વધુ અસર તો સામાન્ય નાગરિકોને જ થવાની છે. પીએમ મોદી કે ગૃહમંત્રી અમિત શાહ તો દૂધ પીતા નહીં હોય પણ દેશના બાળકો માટે તો દૂધ જરૃરી હોય છે. દૂધના ભાવ વધારી સરકારે તેની નિયત સ્પષ્ટ કરી દીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag