Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાકી લ્હેણા સામે સહકારી બેંક દ્વારા કડક કાર્યવાહીઃ
જામનગર તા. રરઃ જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંક લિ.ના ચેરમેન પી.એસ. જાડેજા પારદર્શી વહીવટ અને સચોટ કામગીરી કરે છે. તેમના દ્વારા હાલ બેંકની કાર્યપદ્ધતિમાં ધરખમ ફેરફાર કરી સાથે સાથે ખેડૂતોના નાણાકીય હિત જોખમાય નહીં તે માટે તેઓ દ્વારા બેંકની તમામ કામગીરી કડક હાથે કરવામાં આવી રહી છે. તાજેતરમાં બેંકના ચેરમનની સૂચના અને માર્ગદર્શન મુજબ બેંકના રિકવરી અધિકારી એ.કે. ડાંગર, પી.આર. ભોગાયતા, ડી.બી. પંડ્યા, એચ.જે. જાડેજા વિગેરે દ્વારા આ અંગેની કાર્યવાહી કરી વાલાસણ સેવા સહકારી મંડળી લિ.ની રૃા. પ૧.૧૯ લાખની રકમ ચડત વ્યાજથી ઘણાં લાંબા સમયથી બાકી હોવાથી મંડળી બે ગોડાઉન તેમજ એક ઓફિસને સીલ કરી દફ્તરી ચોપડાઓનો કબજો મેળવલ છે. આગામી સમયમાં મંડળીના બાકીદારો પાસેથી વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત બાકીદારોની મિલકત જપ્તિ જેવી કડક કાર્યવાહીઓ પણ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag