Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાંથી બે વાહનની ઉઠાંતરી

મોપેડ તથા એક્ટિવા ગણતરીની મિનિટોમાં ચોરાયાઃ

જામનગર તા.૨૨: જામનગરના કુમાર મંદિર પાસેથી દોઢ મહિના પહેલા એક આસામીનું મોપેડ તેમજ પાંચેક દિવસ પહેલા દિગ્વિજય પ્લોટ-૫૯ સામેની શેરીમાંથી એક આસામીનું એક્ટિવા ચોરાઈ ગયાની ફરિયાદ કરાઈ છે.

જામનગરના જલાની જાર વિસ્તારમાં આવેલી ગાજર ફળીમાં રહેતા દિલીપભાઈ હરિલાલ દવે નામના આસામીએ પોતાનું જીજે-૧૦-સીડી ૪૮૬૧ નંબરનું ટીવીએસ મોપેડ ગઈ તા.૨૭ જાન્યુઆરીના દિને કુમાર મંદિર પાસે રાખ્યું હતુંં. રૃા.૧૦ હજારનું આ વાહન સાંજના સમયે બે કલાકમાં ચોરાઈ ગયું હતું. તેની દિલીપભાઈએ પોલીસમાં ફરિયાદ કરી છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯ના છેવાડે રહેતા મિતેશભાઈ અમૃતભાઈ મકવાણાએ જીજે-૧૦-બીક્યુ ૧૫૭૪ નંબરનું એક્ટિવા સ્કૂટર ગઈ તા.૧૭ની સવારે દિગ્વિજય પ્લોટ-૫૯ની સામે એક હોસ્પિટલવાળી ગલીમાં રાખ્યા પછી માત્ર અડધી કલાકમાં રૃા.૩૦ હજારના આ વાહનની ઉઠાંતરી થઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh