Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિટી-ડીવાયએસપીએ કરી હતી અરજીઃ
જામનગર તા.૨૨ ઃ જામનગરના એક યુવાનને માર મારવા ઉપરાંત ઓફિસમાં તોડફોડ અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવાના ગુન્હામાં ઝડપાયેલા એક આરોપીએ જામીનની શરતોનો ભંગ કરતા ડીવાયએસપીએ તેના જામીન રદ્દ કરવા અદાલતમાં અરજી કરી હતી. અદાલતે તે આરોપીના જામીન રદ્દ કરી તેને પોલીસ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યાે છે.
જામનગરની સાધના કોલોનીમાં રહેતા રમાબેન સોમાભાઈ ચાવડા નામના પ્રૌઢાએ થોડા મહિના પહેલા પોતાના પુત્ર હિતેશ ચાવડા ઉર્ફે સાકીડાને માર મારવા, ધમકી આપવા તેમજ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવા અંગે સુરેશ વિજયભાઈ ઉર્ફે સુરીયા નામના શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જે તે વખતે આરોપીની ધરપકડ કરી હતી. જેલહવાલે થયેલા આરોપીએ જામીનમુક્ત થવા અદાલતમાં અરજી કરી હતી.
તે અરજીના અનુસંધાને અદાલતે આરોપી સુરેશ વિજયભાઈને જામીનમુક્ત કરતી વખતે શરત મૂકી હતી કે, કોર્ટ દ્વારા આપવામાં આવેલી સ્વતંત્રતાનો અયોગ્ય લાભ ઉઠાવવો નહીં કે ફરિયાદી કે સાક્ષી કે તેમના પરિવારને દબાણ કે ધમકી આપવા નહીં. તે શરતો માન્ય રખાતા આરોપીને જામીનમુક્ત કરાયો હતો. તે પછી આરોપી સુરેશે શરતનો ભંગ કરતા શહેરના ડીવાયએસપી વરૃણ વસાવાએ આરોપીના જામીન રદ્દ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી.
તે અરજી ચાલી જતાં એડી. પી.પી. ધર્મેન્દ્ર જીવરાજાણીએ ઉપસ્થિત રહી દલીલો કરી હતી કે, આરોપીએ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સ્વતંત્રતાનો ગેરલાભ ઉઠાવ્યો છે. આરોપી સામે નોંધાયેલી બીજી ફરિયાદ પરથી તેણે શરતનો ભંગ કર્યાે છે તે સાબિત થાય છે ત્યારે તેના જામીન રદ્દ થવા જોઈએ. અદાલતે આરોપી સુરેશ ઉર્ફે સુરીયાના જામીન રદ્દ કરી તેને પોલીસ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag