Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં અપૂરતા હોવા છતાં શૌચાલયો ઘટી રહ્યા છે...
જામનગર તા. રરઃ જામનગમાં જાહેર મૂતરડી નવી બનાવાતી નથી અને હૈયાત છે તેની સંખ્યા પણ સતત ઘટતી રહી જઈ રહી છે. તેમજ યોગ્ય સાફસફાઈ થતી નથી. આ બાબતે રાજ્યના શહેરી વિકાસ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
જામનગર પટેલ કોલોની શેરી નં. ૧૧ મા રહેતા સુનિલકુમાર ધર્મવિર ખન્નાએ આ રજૂઆત કરતા જણાવ્યું છે કે, આપના કાર્યાલયમાં મૂતરડી કેટલે દૂર છે? અને મૂતરડી શા માટે જરૃરી છે?
જામનગરમાં રાજાશાહી સમયની મૂતરડીઓમાં ૩ થી ૪ નો ઘટાડો થયો છે. હૈયાત મૂતરડીની મહાનગરપાલીકા દ્વારા યોગ્ય સફાઈ કરવામાં આવતી નથી.
જામનગરના નગર સેવકો લોકોના પૈસે મોટરમાં આંટાફેરા કરીને માભો ઊભો કરે છે, પરંતુ કામ કરતા નથી.
શહેરનો વિસ્તાર, વિકાસ વધ્યો, વસતિ પણ વધી તેની સામે મૂતરડીની સંખ્યા વધવી જોઈએ તેના બદલે ઘટી રહી છે અને જે હૈયાત છે તેની યોગ્ય સાફસફાઈ કરવામાં આવતી નહીં હોવાથી લોકો તેનો ઉપયોગ કરતા નથી.
આખરે કુદરતી આવેગ સમયે લોકો દીવાલ ગોતીને છૂટકારો મેળવે છે. આ મહત્ત્વના પ્રશ્ને યોગ્ય ઉકેલ લાવવો જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag