Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય બે આસામીની પણ મોબાઈલ ચોરીની રાવઃ
જામનગર તા.૨૨ ઃ ધ્રોલના માવાપરના એક આસામીનો મોબાઈલ સોમવારે ધ્રોલની મુખ્ય બજારમાંથી ચોરાઈ ગયો હતો. જ્યારે છ મહિના પહેલા ભૂચરમોરીના મેળામાંથી અન્ય એક આસામીનો મોબાઈલ ઉપડી ગયો હતો અને ખેતર તરફ જતાં એક વિદ્યાર્થીનો મોબાઈલ પડી ગયો હતો. ત્રણેય વ્યક્તિએ પોતાના મોબાઈલની ચોરીની ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ધ્રોલ તાલુકાના માવા૫ર ગામમાં રહેતા મચ્છાભાઈ હદાભાઈ વરૃ નામના યુવાન ગઈ તા.૨૦ની સાંજે ધ્રોલ આવ્યા હતા. તેઓએ મુખ્ય બજારમાં આવેલા એક બેંકના એટીએમ સેન્ટરમાં પૈસા જમા કરાવ્યા પછી ખરીદી કરવા માટે તેઓ નીકળ્યા ત્યારે ભીડમાં તેમના પેન્ટના ખિસ્સામાંથી રૃા.૨૯ હજારની કિંમતનો ઓપો કંપનીનો મોબાઈલ પડી ગયો અથવા સેરવાઈ ગયો હતો. હાલમાં સ્વિચ ઓફ મળતા આ મોબાઈલની ચોરીની ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કરાઈ છે.
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વતની અને હાલમાં ટંકારા તાલુકા પંચાયતમાં મનરેગામાં સિવિલ એન્જિનિયર તરીકે કામ કરતા મહેશભાઈ કિશનભાઈ સારેસા ગઈ તા.ર૭ ઓગસ્ટની રાત્રે ધ્રોલ પાસેના ભૂચરમોરીના મેદાનમાં ભરાયેલા મેળામાં પરિવાર સાથે આવ્યા હતા. ત્યારે તેમના શર્ટના ખિસ્સામાંથી રૃા.૩ર હજારની કિંમતનો મોબાઈલ કોઈ શખ્સે કાઢી લીધો હતો. તેની પણ મહેશભાઈએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં રાવ કરી છે.
ધ્રોલ તાલુકાના ગઢડા ગામના રહેવાસી ઓમદીપસિંહ રઘુવીરસિંહ જાડેજા નામના વિદ્યાર્થી ગઈ તા.૨૯ ઓગસ્ટની સાંજે પાંચેક વાગ્યે પોતાના ખેતરે ટ્રેક્ટર લઈને જતાં હતા ત્યારે તેમના ખિસ્સામાંથી રૃા.૧૮ હજારનો મોબાઈલ ક્યાંય પડી ગયો હતો. તે મોબાઈલ નહીં મળતા આ વિદ્યાર્થીએ પણ ગઈકાલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રણેય ગુન્હા આઈપીસી ૩૭૯ હેઠળ નોંધી તપાસ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag