Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ પછી અડધાથી વધુ સંપત્તિ ગુમાવી દીધીઃ ખળભળાટ
મુંબઈ તા. રરઃ અદાણી ગ્રુપે રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ પછી અડધાથી વધુ સંપત્તિ ગુમાવી દીધી છે, અને આજે પણ તેની મુશ્કેલી વધી હોવાના અહેવાલો છે. અદાણી ગ્રુપે ગણતરીના કલાકોમાં પ.પ અબજ ડોલર ગુમાવતા રોકાણકારોનો વિશ્વાસ ગુમાવ્યો હોય તેમ જણાય છે.
અમેરિકા રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટથી એવો ખળભળાટ મચી ગયો છે કે, અદાણી ગ્રુપ બેઠું થઈ રહ્યું નથી. આ રિપોર્ટના કારણે અદાણી ગ્રુપની મુશ્કેલીઓ જે શરૃ થઈ છે તે હવે ખત્મ થવાનું નામ લઈ રહી નથી. રર મી ફેબ્રુઆરીના પણ અદાણી ગ્રુપના મોટાભાગના શેરોમાં દબાણ જોવા મળી રહ્યું છે. અદાણીની તરફથી કોશિશ થઈ રહી છે કે રોકાણકારોનો વિશ્વાસ જીતી લેવામાં આવે, પરંતુ તેઓ નિષ્ફળ જઈ રહ્યાની ચર્ચા છે.
રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે અદાણી પોર્ટસે ૧પ૦૦ કરોડ રૃપિયાનું દેવું ચૂકવ્યું. ગિરવે મૂકેલા શેર પણ છોડાવ્યા. લોનના પ્રીપેમેન્ટની પણ વાત કહી, પરંતુ કંઈ ફાયદો થયો નથી. હિંડનબર્ગના રિપોર્ટ પછીથી અદાણી ગ્રુપના શેરોની કંબાઈડ માર્કેટકેપમાં ૧૩,પ૦૦ કરોડ ડોલરથી વધુનો ઘટાડો આવ્યો છે. ખુદ ગૌતમ અદાણીની સંપત્તિ સતત ઘટી રહી છે. બપોરે ૧ર વાગ્યે સેન્સેક્સ ૬૦૯ અંકના કડાકા સાથે ૬૦,૦૬ર પર અને નિફ્ટી ૧૮પ અંક ઘટીને ૧૭,૬૪૩ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
આજે સવારે ૧૧-૪૦ વાગ્યે અદાણી એન્ટરપ્રાઈઝનો શેર ૯૧૭ ટકા, અદાણી પોર્ટસ એનડ ઈકોનોમિક ઝોન ૪.૪૩ ટકા, અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી વિલ્મર લિ.નો શેર પ ટકા તૂટ્યો છે.
અદાણીના શેરમાં ઘટાડાની અસર એ થઈ કે બજાર ખુલતાની સાથે જ ગૌતમ અદાણીની સંપત્તિમાં ઘટાડો થવા લાગ્યો. થોડા જ કલાકોમાં ગૌતમ અદાણીએ પ.પ અબજ ડોલર એટલે કે ૪,પપ,૪૬,૩ર,પ૦,૦૦૦ રૃપિયા ગુમાવ્યા. ગૌતમ અદાણીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. છેલ્લા ર૭ દિવસમાં અદાણીએ તેની અડધાથી વધુ સંપત્તિ ગુમાવી દીધી છે. એક સમયે વિશ્વના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિ ઘટીને ૪૪૧ અબજ ડોલર થઈ ગઈ છે. કોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેરની યાદીમાં ગૌતમ અદાણી બીજા નંબરેથી ર૬ મા નંબર પર આવી ગયા છે.
બજાર ખુલતાની સાથે જ અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં ૭ ટકા સુધીનો ઘટાડો થયો હતો. અદાણીના તમામ ૧૦ શેરોમાં ઘટાડો નોંધાયો છે. અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ, અદાણી વિલ્મરમાં પ-પ ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છ. તો એનડીટીવીના શેરમાં ૪ ટકાથી વધુનો ઘટાડો થયો છે. એસીસી સિમેન્ટ ૧.પ ટકા ઘટ્યો છે. અંબુજા સિમેન્ટ ર ટકા ઘટ્યો છે. અદાણી પોર્ટસ ર ટકાથી નીચે ગયો છે. કંપનીનું માર્કેટ કેપિટલાઈજેશન ૧૦૦ અબજ ડોલરથી વધુ ઘટીને રૃા. ૮,ર૦,૯૧પ કરોડ પર પહોંચી ચૂક્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag