Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાયબર ક્રાઈમ પોલીસે રૃપિયા સાડા બાર લાખ ફ્રીજ કરાવ્યાઃ રકમની અદાલત મારફત સોંપણીઃ
જામનગર તા.૨૨ ઃ જામનગરની એક ખાનગી પેઢીમાં ઉચ્ચસ્તરે ફરજ બજાવતા એક અધિકારી સોશિયલ મીડિયાની સાઈટ પર લોભામણી જાહેરાત જોયા પછી તેમાં રોકાણની લાલચ રોકી નહીં શકતા તેઓની પાસેથી ચારેક મહિનામાં રૃા.૧ કરોડ ૧ર લાખની રકમ મેળવી લેવાઈ હતી. શરૃઆતમાં ત્રણેક વખત રિટર્ન મળ્યા પછી બાકીની રકમ ઓળવાઈ જાય તેવી પરિસ્થિતિમાં આ આસામીએ સાયબર ક્રાઈમ પોલીસનો ઓનલાઈન સંપર્ક કરી મદદ માંગી હતી. જેના પગલે તેઓની રૃપિયા સાડા બારેક લાખની રકમ બચી ગઈ છે. તે રકમ આ આસામીને સોંપી આપવા અદાલતે હુકમ કર્યાે છે.
જામનગરમાં એક કંપનીમાં નોકરી કરતા મૂળ વડોદરાના એક આસામી ગયા વર્ષે નવરાશની ક્ષણોમાં સોશિયલ મીડિયા પર સમય પસાર કરતા હતા ત્યારે એક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર તેઓએ જાહેરાત નિહાળી હતી. તે જાહેરાતમાં લખ્યા મુજબ તે કંપનીની ટિકિટ ખરીદવાથી અને કંપનીને પ્રમોટ કરવા માટે આપવામાં આવેલા રેટીંગમાં ઉત્કૃષ્ટ ગુણ (રેટીંગ) આપવાથી અમૂક ટકા કમિશન આપવામાં આવશે તેવી લાલચ બતાવાઈ હતી. ઉત્સુકતાથી પ્રેરાઈ આ આસામીએ તે જાહેરાતથી દોરાઈ જઈને તેની ટિકિટ ખરીદી હતી.
ત્યારપછી જે તે જાહેરાત આપનાર કંપની દ્વારા જેમ વધુ ટિકિટ ખરીદવામાં આવશે તેમ વધુ કમિશન અપાશે તેવી લાલચ બતાવાઈ હતી. જેથી લલચાયેલા આસામીએ રૃા.૫૦ હજારથી શરૃ કરી ટિકિટો ખરીદવાનું શરૃ કર્યું હતું. તે રકમ ધીમે ધીમે રૃા.૧ કરોડના આંકને વટાવી ગઈ હતી. અંદાજે રૃા.૧ કરોડ ૧૨ લાખની ટિકિટ આ આસામીએ ખરીદ્યે રાખી રેટીંગ આપ્યું હતું અને તેઓને કંપની દ્વારા જુદા જુદા દરની ટિકિટો અપાતી રહી હતી.
તે દરમિયાન ત્રણેક વખત કમિશન સાથેની રકમ તે કંપની દ્વારા પરત અપાતા પોતાનું રોકાણ યોગ્ય જગ્યાએ થઈ રહ્યું છે તેમ દૃઢ રીતે માની આ આસામીએ ટિકિટો ખરીદવાનું ચાલુ રાખ્યું હતું. તે પછી ઉપરોક્ત કંપનીએ વધુ રિટર્ન નહીં આપી છેલ્લે તો વળતર આપવાની બદલે મની લોન્ડરીંગ હેઠળ કેસ થઈ શકે તેવી આડકતરી ચીમકીઓ આપતા નગરના આસામીને સમજાયું હતું કે તેઓ છેતરાયા છે.
આ પછી તે આસામીએ રાજ્યની સાયબર ક્રાઈમ વિભાગની હેલ્પલાઈનનો ઓનલાઈન સંપર્ક કર્યા પછી સાયબર ક્રાઈમ પોલીસ વ્હારે આવી હતી. તેઓની પાસેથી વિગતો મેળવાયા પછી સાયબર ક્રાઈમ પોલીસે તેના આધારે તપાસનો ધમધમાટ શરૃ કર્યાે હતો. નગરના આસામીએ પોતાના બેંક એકાઉન્ટમાંથી જે એકાઉન્ટમાં રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી તે ખાતાઓને ફ્રીજ કરાવવાનું શરૃ થયું હતું અને પ્રાથમિક તબક્કે આ આસામીની રૃપિયા સાડા બાર લાખની રકમ ફ્રોડ વ્યક્તિઓના ખાતામાં જતી અટકી હતી. તે રકમ અંગે ભોગ બનનાર આસામીને વિગત અપાયા પછી તેઓએ આ રકમ પરત મેળવવા જામનગરની ચીફ કોર્ટમાં એડવોકેટ અનિલ જી. મહેતા મારફત અરજી કરી હતી. અદાલતે અરજદારના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી સાયબર ક્રાઈમ પોલીસે ફ્રીજ કરાવેલી રૃપિયા સાડા બાર લાખની રકમ ફરિયાદીને બેંક ખાતામાં ટ્રાન્સફર કરી આપવાનો આદેશ કર્યાે છે. આ આસામીએ ગૂમાવેલી મોટી રકમમાંથી માત્ર દસેક ટકા જેટલી રકમ હાલમાં રિકવર થઈ શકી છે ત્યારે વધુ રકમ રિકવર કરવા અને આ ફ્રોડમાં સંડોવાયેલા આરોપીઓને ઝબ્બે લેવા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા પુરા જોશથી તપાસ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag