Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના જાણીતા તબીબની પ્રેરણાદાયી સેવા
દ્વારકા તા. ૨૨ઃ વર્તમાન સમયમાં સંતાનના જન્મદિન પ્રસંગે લખલૂટ ખર્ચ કરતા લોકો અનેક છે, પરંતુ આવા શુભ દિવસે ફક્ત સેવાકીય પ્રવૃત્તિઓ કરી અને આશીર્વાદ મેળવતા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી છે, ત્યારે દેવભૂમિ દ્વારકાના એક જાણીતા સેવાભાવી તબીબે પુત્ર જન્મના દિને નોંધપાત્ર સેવા કરી, પ્રેરણારૃપ સેવાની જ્યોત જલાવી હતી.
દ્વારકામાં વૃજ હોસ્પિટલના યુવાન ડો. સાગર કાનાણીના પુત્ર શ્રેષ્ઠના પ્રથમ જન્મ દિનની પાર્ટીમાં નાણા વેડફવાના બદલે સેવાકીય પ્રવૃત્તિ કરવાનું નક્કી કરી, આ દિવસે તેમની હોસ્પિટલમાં રસોળી, તલ, મસા, કપાસી વિગેરે જેવા માઈનોર ઓપરેશન કરી આપવા ઉપરાંત આ દર્દીઓને દવા પણ વિનામૂલ્યે આપવાની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી.
આ વિનામૂલ્યે માયનોર ઓપરેશનનો આશરે ૮૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. સાથે સાથે આ દર્દીઓએ દવા પણ વિનામૂલ્યે મેળવીને રાહતની લાગણી અનુભવી હતી. એક અંદાજ મુજબ આ ઓપરેશનથી આવા દર્દીઓની કુલ આશરે રૃપિયા અઢી લાખ જેટલી બચત થઈ હતી.
આ ઉપરાંત ડો. સાગર દ્વારા સમયાંતરે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. કોરોના કાળ દરમિયાન કોરોના દર્દીને નિઃશુલ્ક કોરોના રસી, લોકોના આ સમય દરમિયાન ધંધા-રોજગાર બંધ હોય, આર્થિક મંદીના સમયમાં દર્દીઓની નિઃશુલ્ક આશીર્વાદરૃપ સારવાર કરી હતી. અવારનવાર દર્દીઓને નિઃશુલ્ક સેવા આપતા ડોક્ટર સાગર કાનાણી દ્વારા અનેક કેમ્પો પણ ધમધમતા રહે છે.
દ્વારકા યાત્રાધામ હોવાથી રોજ હજારોની સંખ્યામાં દેશ-પરદેશથી યાત્રિકો આવતા હોય છે. આવા યાત્રિકોનું સ્વાસ્થ્ય ખરાબ થતા તેમને સેવારૃપે ડો. સાગર કાનાણી દ્વારા ચોવીસે કલાક હોસ્પિટલમાં સારવાર અપાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag