Advertisement
Author: નોબત સમાચાર

વરવાળા ડીવાઈન ઈંગ્લીશ મીડિયમ સ્કૂલનો ઉજવાયો ભવ્ય વાર્ષિકોત્સવ

કૃષ્ણગાથા આધારિત અનોખી સાંસ્કૃતિક ઈવેન્ટઃ

દ્વારકા તા.૨૨ ઃ વરવાળા ડીવાઈન ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી.

દ્વારકાના વરવાળા સ્થિત પ્રતિષ્ઠિત અંગ્રેજી માધ્યમની શાળા તરીકે ખયાતનામ એવી ડીવાઈન ઈંગ્લીશ મીડિયમ સ્કૂલના વાર્ષિક મહોત્સવની તાજેતરમાં દ્વારકાના પ્રિતમ વ્યાયામ મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વાર્ષિક મહોત્સવમાં ધો.૧થી ૧૧ સુધીના આશરે ૩૦૦ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ અલગ અલગ સાંસ્કૃતિક ઈન્વેટ્સમાં ભાગ લીધો હતો. સમગ્ર આયોજન શાળાના મેનેજીંગ ટ્રસ્ટી અમિતભાઈ વિઠ્ઠલાણી, પ્રિન્સીપાલ સિદ્ધિ બારાઈ તથા તમામ સ્ટાફ મેમ્બર્સ દ્વારા કરાયું હતું.

ડીવાઈન શાળાના વિદ્યાર્થીઓએ ભગવાન કૃષ્ણની કર્મભૂમિ એવી દ્વારકા નગરીમાં ભગવાન શ્રીકૃષ્ણના પ્રસંગો આધારિત કૃષ્ણ ગાથા પરની અનોખી સાંસ્કૃતિક ઈવેન્ટ યોજી હતી જેમાં કૃષ્ણ ભગવાનના જન્મથી લઈને કૃષ્ણની બાળલીલા, મથુરામાં કંસ વધ, દ્વારકા ગમન તેમજ કૃષ્ણના પ્રસંગોને જીવંત રીતે નિહાળી ઉપસ્થિત દર્શકગણ તેમજ વાલીગણને મંત્રમુગ્ધ થા ભાવવિભોર બન્યા હતા. સમગ્ર કાર્યક્રમની રચના શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ આબેહૂબ રીતે રજૂ કરી હતી જેને વિવિધ માધ્યમોથી નિહાળી વ્યુઅર્સ દ્વારા ખૂબ પ્રશંસાપાત્ર બની હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh