Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુએનડીપીના કારણ મુજબ
નવી દિલ્હી તા.૨૨ઃ તુર્કીમાં વિનાશક ભૂકંપથી ૧૫ લાખ લોકો બેઘર થયા છે. કારણ કે ૪ લાખથી વધુ મકાન ધરાશાયી થઈ ગઈ છે, તેથી તુર્કેઈમાં લગભગ ૫ લાખ આવાસ એકમોનું પુનનિર્માણ કરવું પડશે. તુર્કીના ઈતિહાસની સૌથી મોટી કુદરતી આફત ગણાય છે.
યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) ના એક અધિકારીના અનુમાન મુજબ તાજેતરના ભૂકંપના કારણે તુર્કેઈમાં ૧૫ લાખ લોકો ઘરવિહોણ થઈ ગયા છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે, દેશમાં લગભગ ૫ લાખ આવાસ એકમોનું પુનનિર્માણ કરવું પડશે. યુએનડીપી તુર્કેઈના નિવાસી પ્રતિનિધિ લુઈસા વિન્ટને ગઈકાલે ઓનલાઈન પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે, દેશની સરકારે ભૂકંપથી પ્રભાવિત લગભગ ૭૦ ટકા ઈમારતોનું નિરીક્ષણ કર્યું છે. જેમાંથી ૪,૧૨,૦૦૦ મકાનો ધરાશાયી થયાની માહિતી મળી છે.
એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, ભૂકંપના કારણે ત્યાં વિશાળ કાટમાળનો ઢેર ઉભો થયો છે જેને સાફ કરવાની જરૃર છે. તેમજ યુએનડીપી પણ આ જોખમી કચરાના જોખમને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. વિન્ટનના મતે, પ્રથમ ભૂકંપના બે અઠવાડિયા પછી, તેને તુર્કેઈના ઈતિહાસની સૌથી મોટી કુદરતી આફત ગણાવી છે. લુઈસના વિન્ટને જણાવ્યું હતું કે, સરકારે રવિવારે ભૂકંપ માટે શોધ અને બચાવનો પ્રથમ તબક્કો પૂરો કર્યો હતો અને લગભગ ૩૦૦ કલાક પછી કાટમાળમાંથી છેલ્લી વ્યક્તિને બહાર કાઢી બચાવવામાં આવી હતી. ત્યારબાદની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ત્યાં, શ્વસન સંબંધી રોગો, કોલેરા, હેપેટાઇટિસ એ અને ઓરીનું જોખમ વધારે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag