Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાલવાટિકાનું નામકરણઃ સ્વ.મુળુભા માણેક બાલવાટિકાઃ
દ્વારકા તા.૨૨ઃ દ્વારકા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ અંતર્ગત ૩૧.૩૯ લાખના ખર્ચે વર્ષ ૨૦૨૨/૨૩ હેઠળ દ્વારકાના માર્કેટ ચોકથી લઈ ગોમતીઘાટ સુધી નવો રોડ સીસી રોડ તથા તેની બંને સાઈડ પેવર બ્લોક લગાડવવામાં આવ્યા હતા. તેનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. ૮.૫૦ લાખના ખર્ચે હોમગાર્ડ ચોકમાં સત્યમેવ જયતે પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. ૧૩.૬૮ લાખના ખર્ચે સયાજીરાવ સર્કલના ડેવલોપમેન્ટનું કામ પૂર્ણ કરાયું છે.
૨૮.૫૯ લાખના ખર્ચે બસ સ્ટેશન પાસે વાલ્મિકી વાસની વિવિધ શેરીઓમાં સીસી રોડ બનાવવામાં આવ્યા હતા. ૭૨.૯૦ લાખના ખર્ચે આઉટ ઓફ ગ્રોથ એરીયા ગ્રાન્ટ માંથી સામબાઈ માતાજી મંદિર જે ભાવડા રોડ પર આવેલ છે તે લાડવા ગામને જોડતો લગભગ બે કિલોમીટર લંબાઇનો સીસી રોડ બનાવવામાં આવ્યો હતો. ૨૪ લાખના ખર્ચે ૧૫માં નાણાપંચ ગ્રાન્ટમાંથી દ્વારકા શહેરમાં વિવિધ જગ્યાએ સ્ટેપ ગાર્ડન, જેવા કે ભડકેશ્વર ચોપાટી, સંતોકબેન બાલવાટિકા બિરલા પ્લોટ બાલવાટિકા, મીરા ગાર્ડન, જેવા સ્થળોએ રમત ગમતના સાધનો લગાડવવામાં આવ્યા છે. ૧૫માં નાણાપંચ ગ્રાન્ટ માંથી દ્વારકા શહેરના મુખ્ય રોડની બંને બાજુ આશરે ૩૨૫૦ વૃક્ષારોપણનું કામ ૪૦ લાખના ખર્ચે કરવામાં આવ્યું છે.
વિકેન્દ્રિત જિલ્લા આયોજન યોજનાની ગ્રાન્ટ વર્ષ ૨૦૨૧/૨૨ માંથી દ્વારકા શહેરના વિવિધ ચાર વિસ્તાર, જલારામ સોસાયટી, આવડ પરૃ, મુરલીધર ટાઉનશીપ તથા કીર્તિસ્થંભ પાસેના વિવિધ ચાર વિસ્તારોમાં પીવાના પાણીની લાઈન નાખવામાં આવી છે. જેનો ખર્ચ આશરે ૧૫ લાખ થયો છે. ૨૫ લાખના ખર્ચે વિકેન્દ્રિત જિલ્લા આયોજન યોજનાની ગ્રાન્ટ વર્ષ ૨૦૨૨/૨૩ માંથી દ્વારકા શહેરના માયાસર તળાવથી ફાટક સુધી રાણેશ્વર વિસ્તારમાં પીવાના પાણીની લાઈન નાખવામાં આવી છે.
આ સાથે દ્વારકાના પ્રખ્યાત એવા બિરલા પ્લોટમાં દસ લાખના ખર્ચે સાર્વજનિક પ્લોટમાં બાલ વાટિકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક બાલવાટિકા રાખી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આશરે ૨.૭૦ કરોડના વિકાસ કાર્યો દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં અધિકારી, પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ લોકાર્પણ કાર્યક્રમમાં દ્વારકા નગરપાલિકા પ્રમુખે દ્વારકા નગરપાલિકા સ્વભંડોળ ફંડમાં રૃપિયા એક લાખનું દાન આપ્યું હતું.
દ્વારકા નગરપાલીકામાં છેલ્લાં અઢી વર્ષ દરમ્યાન જ્યોતિબેન સામાણીના પ્રમુખપદે વિકાસની વણથંભી યાત્રા અવિરતપણે ચાલતાં કરોડો રૃપિયાના વિકાસકાર્યો હાથ ધરાયા છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા અઢી વર્ષંમાં કેન્દ્ર અને રાજ્ય સરકારથી યાત્રાધામને ફાળવાયેલ કરોડો રૃપિયાની ગ્રાન્ટમાંથી વરસાદી પાણીના નિકાલની સમસ્યાઓ-મુખ્યત્વે ભદ્રકાલી ચોક, જલારામનગર વિસ્તારમાં હતી તે સમસ્યા હલ કરાઈ છે. ભડકેશ્વર મહાદેવ મંદિર પરિસરનો વિકાસ કરવામાં આવ્યો છે અને મંદિરના જીર્ણોદ્ધારની કામગીરી હાલ ચાલી રહી છે. ગટર સુવિધા અંગે પણ કામગીરી હાથ ધરાઈ છે. આ ઉપરાંત ગ્રીન દ્વારકા મીશન અંતર્ગત ૩૫૦૦ થી ૪૦૦૦ જેટલું વૃક્ષારોપણ કરી જેના નિભાવ તથા જાળવણીની કામગીરી ૩ વર્ષ માટે સદભાવના ટ્રસ્ટને સોંપાઈ છે. આ ઉપરાંત ખારવા દરવાજામાં કામગીરી ચાલી રહી છે તેમજ મુરલીધર ટાઉનશીપમાં પાલિકાલક્ષી પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ સમગ્ર સફળતાનો શ્રેય પ્રમુખે સંપૂર્ણ બોડીને આપ્યો હતો. વધુમાં આગામી સમયમાં નલ સે જલ યોજના અંતર્ગત કામગીરી કરાશે તેમજ રાવળા તળાવના કાર્યો પણ હાથ ધરવા રજુઆત કરાશે. આગામી સમયમાં પણ ભાજપની બોડી આવશે અને યાત્રાધામમાં વિકાસકાર્યો અવિરત ચાલતા રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag