Advertisement
Author: નોબત સમાચાર

પરિવારની એક વ્યક્તિ દસ દિવસ સામયિક કરશે તો અપાશે જીવનજરૃરી ચીજોની કીટ

શ્રી સ્થાનકવાસી જૈન સંઘનું આયોજન

જામનગર તા.૨૨ઃ હાલાર સંપ્રદાયના પ.પૂ.બા.બૂ. કેશવજી મુની મ.સા. આદી ઠાણા તથા ગુરૃણી પ.પૂ.બા.બ્ર. દયાબાઈ સ્વામી ના સુશિષ્યા આદી ઠાણા ના શુભ આશીર્વાદથી અનેરો અવસર જામનગરને આંગણે આવેલો છે. ગુરૃદેવ બા.બ્ર. આગમ અર્ક દર્શક પ.પૂ. રાજેશમુની મહારાજ સાહેબના સુશિષ્યો પ.પૂ. હર્ષમુની મહારાજ સાહેબ તથા પ.પૂ.બા.બ્ર. રત્નેશમુની મહારાજ સાહેબ હાલ જામનગરમાં શેષકાળ આપવા સંઘની વિનંતીથી પધારેલ છે. જેમને શેષકાળમાં સર્વે ઉપાશ્રયમાં લાભ આપવા ધર્મમય નગરી બનાવેલ છે. આ બન્ને જ્ઞાની સંતોની નિશ્રામાં મનસુખભાઈ તથા જયસુખભાઈની ૩૯ મી પૂણ્યતિથિ નિમિતે તા. ૦૧-૦૩-૨૦૨૩ થી ૧૦-૦૩-૨૦૨૩ સુધી જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ પરિવાર, હઃસંઘમાતા હેમલતાબા શાહ પરિવાર તરફથી, જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, વાડીઓના ડેલામાં પાંચ સામાયિક, ચાર સામાયિક, ત્રણ સામાયિકનું આયોજન રાખવામાં આવ્યું છે. સામાયિકમાં સવારે ૮ઃ૩૦ થી ૯ સુધી પ્રવેશ આપવામાં આવશે અને બપોરે ૧૨ઃ૩૦ થી ૧ દરમિયાન પૂર્ણ થશે. ત્યારપછી ભોજન શ્રી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિની વાડી, ચાંદી બજાર, જામનગમાં રાખવામાં આવ્યું છે.

આ આયોજનમાં ઘી, તેલ, ગોળ અને અનાજની કીટ મેળવવા ઈચ્છતા સભ્યોએ પરિવાર દીઠ એક સભ્યએ ૧૦ દિવસ વ્યાખ્યાન દરમિયાન એક સામાયિક ફરજિયાત કરવાની રહેશે. જેનો સ્પેશ્યલ પાસ આપવામાં આવશે. જે ભરેલા ફોર્મની સાથે ૧૦ પાસ જોડવા પડશે અને કીટ મેળવવાની રહેશે. આ વખતે પ્રથમ વખત એવું નક્કી કરેલ છે કે કીટ જેમને ૧૦ પાસ જોડેલા હશે એમના ઘરે રીક્ષા દ્વારા પહોંચાડી આપવામાં આવશે. જેથી સામાયિક કરાનારે તેમનું સરનામું, ફોન નંબર સાથે પુરેપુરૃં વ્યવસ્થિત લખવાનું રહેશે.

કીટ મેળવીને પહોંચમાં સહી કરવાની રહેશે. આ સમગ્ર બાબતે સભ્યો રાજુભાઈ (મો.૭૫૬૭૮ ૮૨૭૭૨) ફોનથી સામાયિક કરનાર સાથે સંપર્કમાં રહેશે. જેથી યોગ્ય વ્યક્તિને કીટ મળે. આ માટે કીટ ઘરે પહોંચાડતા પહેલાં આગલા દિવસથી સંબંધી વ્યક્તિને જાણ કરવામાં આવશે. કીટમં કોઈપણ પ્રશ્ન ઉભો થાય તો દિપકભાઈ શાહ, (૯૮૨૪૨ ૪૦૬૬૦) મયુરભાઈ શાહ (૯૮૨૫૨ ૧૧૨૫૬) અથવા પ્રકાશભાઈ શાહ-થાનગઢવાળા (૯૮૯૮૯ ૪૬૪૬૪)નો સંપર્ક કરવા શ્રી સ્થાનકવાસી જૈન સંઘ-ચાંદી બજાર, જામનગર કમિટિ દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh