Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકામાં મીનીમમ રિક્ષા ભાડું પચાસ રૃપિયા અને તંત્ર ચૂપ!
યાત્રાધામ દ્વારકામાં નાગેશ્વર, વરવાળા, આરંભડાને સાંકળીને નગરપાલિકા દ્વારા સિટીબસ ચાલુ કરવાની જરૃર જણાવાઈ રહી છે. દ્વારકાના નાગરિકો ઉપરાંત યાત્રિકોના પ્રતિભાવો મુજબ દ્વારકામાં ઓટોરિક્ષાનું મિનીમમ ભાડુ પચાસ રૃપિયા કરી દેવામાં આવ્યું છે, જે ઉઘાડી લૂંટ જ ગણાય. દ્વારકામાં હવે બારેય મહિના યાત્રિકો-પ્રવાસીઓ આવતા હોય છે, અને તેઓને સમયમર્યાદામાં બધે ફરવાનું હોય છે, તેથી તેની મજબૂરીનો ફાયદો ઊઠાવીને વધારી દેવાયેલા રિક્ષા ભાડાનો ભોગ સ્થાનિક નાગરિકો અને હાલારીઓ પણ બની રહ્યા છે.
નગરપાલિકા દ્વારા ઓખા-બેટદ્વારકા, નાગેશ્વર-ગોપીતળાવને સાંકળીને ચાલતી દ્વારકા દર્શન બસ સેવામાં પણ વધારો કરવાની જરૃર છે. આ બસસેવા દ્વારકા મંડળના મુખ્ય મુખ્ય યાત્રાસ્થળોને સાંકળી લેતી હોવાથી તેને સિટીબસ ગણી શકાય નહીં. જો સિટીબસો ચાલુ થાય, તો લોકલ પરિવહન માટે ચલાવાઈ રહેલી ઉઘાડી લૂંટ બંધ થઈ શકે છે. દ્વારકા શહેરનું ક્ષેત્રફળ મેગાસિટી જેવો નથી તેમ છતાં જો બેફામ રિક્ષાભાડું લેવાતું હોય તો તેની સામે તંત્રની ચૂપકીદી પણ શંકાસ્પદ બની રહે છે. સિટીબસો શરૃ કરવા માટે દ્વારકા શહેર ટૂંકુ પડતું હોય તો દ્વારકાથી નાગેશ્વર, ગોપી તળાવ, આરંભડા (જલારામ મંદિર), વરવાળાથી દ્વારકાનો સરક્યુલર રૃટ બન્ને દિશામાં શરૃ કરીને તેને દ્વારકાના મુખ્ય મુખ્ય ચોક તથા સાઈડ સીન્સ અથવા સ્થાનિક યાત્રા સ્થળોને જોડીને યાત્રિકો ઉપરાંત હજારો નાગરીકોની સ્થાનિક વસતિને પણ ઉપયોગી બની શકાય તેમ છે.
જો દ્વારકામાં મીનીમમ રિક્ષાભાડુ પચાસ રૃપિયા જ (વ્યક્તિદીઠ કે જનરલી) થઈ ગયું હોય, અને તેનાથી ઓછા ભાડે કોઈપણ રિક્ષામાં મુસાફરોને લઈ જવાતા નથી, તેવી ઊઠી રહેલી રાવમાં તથ્ય હોય તો મીટર પ્રથા અમલી બનાવવાનું સૂચન પણ થઈ રહ્યું છે. નવાઈની વાત એ છે કે નાની-મોટી બાબતે નિવેદનો કે રજૂઆતો કરતા રહેતા કેટલાક સેવાભાવી લોકો પણ આ મુદ્દે ચૂપ છે, તેથી જ આ પ્રકારની ફરિયાદની યથાર્થતા તપાસવી પણ જરૃરી છે, અને જો આ ફરિયાદ સાચી નીકળે, તો સંબંધતિ તંત્રો, સરકાર અને પાલિકાએ યોગ્ય કાર્યવાહી કરવી પડે, જો કે સિટીબસો ચાલુ થાય (પ્રારંભમાં પ્રાયોગિક ધોરણે કરી શકાય) અને મીટરપ્રથા અમલી બને તો આ કથિત જનફરિયાદ નિવારી શકાય કે હળવી કરી શકાય.
દેવભૂમિ દ્વારકા જિલ્લો છૂટો પડ્યો અને ખંભાળિયા તેનું મુખ્ય મથક બન્યું, તેમ છતાં ત્યાં રિક્ષાભાડા દ્વારકા જેવા ઊંચા હોવાની ફરિયાદો સાંભળવા માગતી નથી. જો કે, ખંભાળિયા શહેરનો ચોતરફ વિકાસ થઈ રહ્યો છે, તેને લક્ષ્યમાં લઈને ખંભાળિયામાં પણ સિટીબસ ચલાવી શકાય અને આરાધનાધામ, કેશોદ અને વડત્રા સુધીના વિસ્તારોને સાંકળીને ખંભાળિયા નગરપાલિકા સિટીબસ ચલાવી શકે છે. આ અંગે સંભાવનાઓ ચકાસીને લોકહિતાર્થે પ્રયોગ કરવા જેવો ખરો...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag