Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ર૩ માર્ચ ચેટીચાંદ-ઝુલેલાલ જયંતીની થશે ભવ્ય ઉજવણી

બેઠકમાં આયોજન સુનિશ્ચિત કરી વિવિધ કાર્યક્રમો કરાયા જાહેરઃ

જામનગર તા. રરઃ જામનગર સિંધી સમાજની 'ચેટીચાંદ' ઝુલેલાલ જયંતીને અનુલક્ષી બેઠક યોજાઈ ગઈ. જેમાં આ ઉજવણી માટે આયોજન ઘડી કાર્યક્રમો જાહેર કરાયા હતાં.

જામનગર સિંધી સમાજના પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણીના અધ્યક્ષસ્થાને આગામી તા. ર૩-૩-ર૦ર૩, (ગુરુવાર) ના હિન્દુ સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી ઝુલેલાલજીની જન્મ જયંતી 'ચેટીચાંદ'ની ઉજવણીના ભાગરૃપે સમસ્ત સિંધી સમાજની ગત્ તા. ૧૯-ર-ર૦ર૩, રવિવારના ખંભાળિયા નાકા પાસે આવેલ શ્રી સખખર સિંધી પંચાયતની વાડીમાં બેઠક મળી.

આ બેઠકમાં હિન્દુ નવ વર્ષ સુધી ગુડી પડવો તેમજ સિંધી સમાજનું નૂતન વર્ષ ચેટીચાંદ દર વર્ષની જેમ આ વર્ષે પણ આનંદ-હર્ષલ્લાસપૂર્વક ઉજવણીના ભાગરૃપે સવારે પ કલાકે શ્રી ઝુલેલાલ મંદિર, જુના રેલવે સ્ટેશનમાં આરતી પછી કેક કાપી મંદિર દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે ત્યારપછી દર વર્ષની જેમ સમાજના બાળકો માટે યજ્ઞોપવિતનું વિશેષ સામાજિક કાર્યક્રમ કરવામાં આવે છે. ત્યારપછી સમસ્ત સિંધી સમાજ દ્વારા ભાઈઓ-બહેનો, યુવાઓ દ્વારા સંગઠનાત્મક થઈ મહા બાઈક રેલીનું આયોજન કરાયું છે જે બાઈક રેલી શહેરના સાધના કોલોની સ્થિત ઝુલેલાલ મંદિરથી પ્રસ્થાન થઈ નગરભ્રમણ કરી ઝુલેલાલ મંદિર જુના રેલવે સ્ટેશન પાસે પૂર્ણ કરવામાં આવશે. તે પછી બપોરે ૩ કલાકે નાનકપુરીથી સમાજ દ્વારા ઝુલેલાલ જયંતી ચેટીચાંદ નિમિત્તેની શોભાયાત્રા કાઢવામાં આવે છે જેમાં સમાજના અનેક મંડળો, સંસ્થાઓ દ્વારા વિવિધ અલગ અલગ ધાર્મિક વૈવિધ્યતા સાથેના ફ્લોટ્સ તૈયાર કરી તેમજ પરંપરાગત્ સિંધી પહેરવેશ અને અનેક વેશભૂષા ધારણ કરી આ શોભાયાત્રાની શાનમાં રંગ ભરી દેતા હોય છે. આ શોભાયાત્રા નગરભ્રમણ કરી શહેરના ઝુલેલાલ મંદિરે પુર્ણ કરવામાં આવશે. ત્યારપછી શોભાયાત્રામાં ભાગ લેનાર તમામ ફ્લોટ્સના મંડળોને શ્રી ઝુલેલાલ મંડળ દ્વારા સન્માનિત કરવામાં આવશે તેમજ જુના રેલવે સ્ટેશન શ્રી ઝુલેલાલ મંદિર સામે હરિદાસ (બાબુલાલ) જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્લોટમાં જ્ઞાતિસમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમોના આયોજનની સૂચિ યાદી સમાજના મંચ પરથી જાહેર કરવામાં આવ્યો ત્યારપછી અંતિમ તબક્કામાં સૌ હાજર જ્ઞાતિજનો દ્વારા સ્વરૃચિ ભોજન લઈ મિટિંગ પૂર્ણ કરવામાં આવી.

આ તકે જામનગર સિંધી સમાજના ચેરમેન અને પૂર્વ વિકાસમંત્રી પરમાનંદ ખટ્ટર, પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી, પૂર્વ પ્રમુખ ઉધવદાસ ચંદીરામાણી, સેક્રેટરી કિશોર સંતાણી સહિત ઉપપ્રમુખ કરમચંદ ખટ્ટર, હેમંત દામાણી, હરીશ ગનવાણી, પ્રકાશ હકાણી, હિરેન માવાણી તથા ખજાનચી ચેતનદાસ મુલચંદાણી તથા સેક્રેટરી કિશનચંદ ધીંગાણી, મનિષ રોહેરા, મુકેશકુમાર લાલવાણી, શંકરલાલ જેઠાલાલ, પરસોતમ કકનાણી, દ્રૌપદી સંતાણી તથા ઓડીટર જેઠાનંદ લાલવાણી તેમજ લીગલ એડવાઈઝર મહેશ તખ્તાણી અને કો-ઓડીનેટર પ્યારેલાલ રાજપાલ, માયાબેન ધિંગાણી, ધનરાજ મંગવાણી, ભગવાનદાસ ભોલાણી, ચેતન શેઠિયા સહિત સમગ્ર ટીમ અને યુવા મંડળો તેમજ સમાજના મંડળો અને સંસ્થાના લોકો હાજર રહ્યા હતાં તેમ જામનગર સિંધી સમાજના યુવા તરવૈયા અગ્રણી અને મીડિયા સેલના કન્વિનર કપિલ મેઠવાણીની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh