Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એકીબેકીનો જુગાર રમતા છ પન્ટર પકડાયાઃ
જામનગર તા.૨૨: જામનગરના શંકરટેકરી વિસ્તારમાં ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા ચાર મહિલાને પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે પવનચક્કી તેમજ ગોદળીયાવાસમાંથી છ શખ્સ ચલણી નોટના નંબર પર જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે રૃપિયા વીસેક હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા માલુભાના ચોકમાં ગઈકાલે સાંજે જુગાર રમાતો હોવાની બાતમી મળતા સિટી-સી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા ઝરીનાબેન મયુરસિંહ ચૌહાણ, ભાનુબા હેમતસિંહ વાઢેર, હેમકુંવરબેન શિવુભા રાઠોડ તથા આઈશાબેન અલ્તાફભાઈ મુરીમા નામના ચાર મહિલા ઝડપાઈ ગયા હતા. પોલીસે પટમાંથી રૃા. ૧,૧૫૦ રોકડા કબજે કર્યાે છે.
જામનગરના પવનચક્કી વિસ્તારમાં ગઈકાલે સાંજે ચલની નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા દીપક કાંતિલાલ કનખરા, હરીશ દેવશીભાઈ મંુજાલ, શૈલેષ ઘનશ્યામભાઈ ગંઢા નામના ત્રણ શખ્સ રૃા. ૧૧,૩૦૦ની રોકડ સાથે પોલીસના દરોડામાં પકડાઈ ગયા હતા.
જામનગરના નાનકપુરી વિસ્તાર પાસેના ગોદળીયા વાસમાં ચલણી નોટના નંબર પર જુગાર રમતા જયદીપસિંહ ઉર્ફે ઋત્વિક ચતુરસિંહ ચૌહાણ, કરણ વિજયભાઈ ચોરાસી અને મુકેશ રામુભાઈ દેવાસી નામના ત્રણ શખ્સને પોલીસે પકડી લઈ રૃા.૫૭૯૦ ઝબ્બે લીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag