Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત
જામનગર તા. રરઃ છોટીકાશી જામનગરના આંગણે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત-નાટક અકાદમી-ગાંધીનગરના આર્થિક સહયોગથી 'સંગીતમ્' સંસ્થા દ્વારા પં. આદિત્યરામજી શાસ્ત્રીય સંગીત મહોત્સવનું આયોજન તા. રપ-૩-ર૩ ને શનિવારે સાંજે ૭ કલાકે ધીરૃભાઈ અંબાણી વાણિજ્ય ભવન, સુભાષબ્રીજ પાસે, જામનગરમાં કરવામાં આવ્યું છે.
લુપ્ત થઈ રહેલા ગુજરાતના એકમાત્ર પં. આદિત્યરામજી સગીત ઘરાનાની જાળવણી તેમજ ખાસકરીને યુવાનો અને સંગીત પ્રેમીઓને આ ઘરાનાથી અવગત કરવાની સાથે ઘરાનાના સંગીતકારોને પ્લેટફોર્મ આપવા ઉપરાંત ઘરાનાને જીવંત રાખવાના ભાગ રૃપે યોજાનાર શાસ્ત્રી ગાયન-વાદન અને નૃત્યના ત્રિવેણી સંગમ રૃપ કાર્યક્રમમાં પં. આદિત્યરામજી ગુરુ-શિષ્ય પરંપરાના અને શાસ્ત્રીય ગાયનના પ્રસિદ્ધ કલાકારો સર્વશ્રી રૃપેશ ચૌહાણ, ડો. કુમાર પંડ્યા રાજકોટ, મેહુલ બારડ, પ્રદીપ બારોટ,કુ. દૃષ્ટિ ચૌહાણ, જીજ્ઞેશ જોષી તથા કપિલ કબીરા, તબલાવાદનમાં માધવ પુરોહિત, યશ પંડ્યા રાજકોટ, ધીમંત ચૌહાણ તથા પાર્થ ઉપાધ્યાયની જુગલબંધી જ્યારે સીતાર વાદન કુ. પૂજા પરમાર, હાર્મોનિયમ વિકલ્પ ઉપાધ્યાય તેમજ અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટસ, રાજકોટ કથ્થક વિભાગનું નૃત્યુ વૃંદ તેમજ ઉદ્ઘોષક ધારા માંકડ દ્વારા પં. આદિત્યરામજીની વિવિધ કૃતિઓ રજૂ થશે.
આ પ્રસંગે માનવંતા મહાનુભાવો સર્વશ્રી દિવ્યેશભાઈ અકબરી (ધારાસભ્ય), દિવાબા રવિન્દ્રસિંહજી જાડેજા (ધારાસભ્ય), બીનાબેન કોઠારી (મેયર), તપનભાઈ પરમાર (ડે. મેયર), મનિષભાઈ કટારિયા (ચેરમેન, સ્ટે. કમિટી, ધરમશીભાઈ ચનિયારા (પ્રમુખ, જિલ્લા પંચાયત), રમેશભાઈ મુંગરા (પ્રમુખ, જિલ્લા ભા.જ.પ.), વિમલભાઈ કગથરા (પ્રમુખ, શહેર ભા.જ.પ.), ધર્મરાજસિંહજી જાડેજા (કોર્પોરેટર તથા પ્રમુખ, સદ્ભાવના ગ્રુપ, જામનગર) ખાસ ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમ દરમિયાન શાસ્ત્રીય ગાયન-વાદન-નૃત્યની કલાને સમર્પિત સંગીતજ્ઞો પં. મનુભાઈ બારડ, પં. નવલભાઈ ભટ્ટ, સ્વ. જેન્તિભાઈ બામરોલિયા તથા સ્વ. ઈન્દુભાઈ ભટ્ટનું મરણોપરાંત સન્માન તેમજ પં. અરૃણકાંતભાઈ સેવક, ડો. શ્વાતિ અજય મહેતા, નવિનભાઈ ઠાકર, જયેન્દ્રભાઈ વડગામા, નલિનભાઈ ત્રિવેદી, ડો. અર્પણભાઈ ભટ્ટ, ચેતનભાઈ શાસ્ત્રી, શ્રીમતી તસ્લીમબેન બ્લોચ, અલ્તાફભાઈ પોસલા, બીમલભાઈ પરમાર તથા એડવોકેટ-નોટરી આર.એમ. ચાંદ્રાને સન્માનિત કરવામાં આવશે તેમ 'સંગીતમ્'ના અશોક પંડ્યાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag