Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત હાઈકોર્ટમાં વચગાળાનો આદેશઃ અદાલતે સરકારને કરી કેટલીક ટકોરઃ ૭ અનાથ બાળકોની જવાબદારી પણ સોંપાઈ
અમદાવાદ તા. રરઃ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન મોરબીથી મૃતકોના પરિવારજનો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતાં. આ કેસની સુનાવણી દરમિયાન મહત્ત્વનો નિર્દેશ કર્યો હતો. ઓરેવા કંપનીને હાઈકોર્ટે આદેશ કર્યો હતો. આ દુર્ઘટનામાં દરેક મૃતકોના પરિવારને ૧૦ લાખ અને દરેક ઈજાગ્રસ્તોને બે લાખ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ૭ અનાથ બાળકોની જવાબદારી પણ સુપ્રત કરાઈ છે.
મોરબી દુર્ઘટનાના કેસની આજે હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો હાઈકોર્ટ પહોંચ્યા હતાં. તેમનું કહેવું હતું કે, તેમને ઝડપથી ન્યાય મળે. તે ઉપરાંત એવી પણ માંગ કરવામાં આવી હતી કે આ ઘટના માટે જવાબદાર લોકોને કડક સજા થવી જોઈએ.
બીજી તરફ ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલે મૃતકોના પરિવારોને પાંચ લાખ આપવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ હાઈકોર્ટે વચગાળાનો આદેશ કરીને પ્રત્યેક મૃતકોના પરિવારોને રૃા. ૧૦ લાખ અને પ્રત્યેક ઈજાગ્રસ્તોને રૃા. બબ્બે લાખ ચૂકવવાનો ઓરેવા કંપનીને હુકમ કર્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, દિવાળી પછી બનેલી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિત ૧ર૦ પરિવાર આજે અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં પહોંચ્યા હતાં. મીડિયા સમક્ષ વાત કરતા ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી હતી. પરિજનોએ આંસુભરી આંખે ન્યાયની અપેક્ષા વ્યક્ત કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ અદાલતે આ સુનાવણી દરમિયાન સરકારને કેટલીક ટકોર કરી હતી અને આ દુર્ઘટનામાં અનાથ થઈ ગયેલા બાળકોની યાદી પણ માંગી હતી, અને તે ૫છી ૭ અનાથ બાળકોની શિક્ષણ પૂરૃ થતાં સુધીની જવાબદારી પણ ઓરેવાને જ સુપ્રત કરાઈ છે.
મોરબી દુર્ઘટનામાં વળતર મુદ્દે ગુજરાત હાઈકોર્ટે જે વચગાળાનો આદેશ આપ્યો છે, તેમાં ઓરેવા કંપનીને મૃતકના પરિવારને રૃા. ૧૦-૧૦ લાખ ચૂકવવા, દરેક ઈજાગ્રસ્તોને રૃા. ર લાખ ચૂકવવા ઉપરાંત તેમાં ૭ અનાથ બાળકોનું શિક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંભાળ રાખવાનો હુકમ પણ સામેલ છે તથા જયસુખ પટેલે પ-પ લાખ ચૂકવવા તૈયારી દર્શાવી હતી. ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી હતી કે ઓરેવા ગ્રુપ વળતર આપી એવું ના સમજે કે પોલીસ કાર્યવાહીથી રાહત મળશે. કેસની કાર્યવાહી અને વળતર સાથે કોઈ લેવાદેવા રહેશે નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag